Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

વિપક્ષી નેતાની 'દારૂની પરમીટ'નું પ્રકરણ જનરલ બોર્ડમાં ઉછળ્યું: ઉદય કાનગડે વિડિયો કલીપ રજૂ કરી

રાજકોટઃ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ દારૂની પરમીટ માટે સીવીલ હોસ્પિટલમાં ખોટાં દેખાવો કર્યાનાં આક્ષેપ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે ગઇકાલે પત્રકાર પરિષદમાં કર્યા બાદ આજે જનરલ બોર્ડમાં પણ આ પ્રકરણને ઉછાળ્યું હતું. શ્રી કાનગડે જનરલ બોર્ડમાં વશરામભાઇ સાગઠિયાનાં ''દારૂની પરમીટ'' અંગેનાં નિવેદનની વિડીયો કલીપ રજુ કરી હતી અને સાથોસાથ શ્રી સાગઠીયાએ આ પરમીટ માટે ભરેલા પૈસાની પહોંચની ઝેરોક્ષ પણ જનરલ બોર્ડમાં ઉછાળી હતી. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:24 pm IST)