Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જનરલ બોર્ડમાં રાતોરાત જમીનની અરજન્ટ દરખાસ્ત શંકાસ્પદઃ વશરામ સાગઠીયા

કાનુની વિવાદ હોવા છતાં પ્લાનીંગ કમીટીએ ખાનગી માલીકને પ્લોટ આપી દેવામાં નિયમ ભંગનો આક્ષેપઃ આ મુદ્દે જરૂર પડયે કાનુની લડતની ચિમકી ઉચ્ચારતા વિપક્ષી નેતા

રાજકોટ તા. ૧૯ :.. આજે મળેલા જનરલ બોર્ડમાં એજન્ડા બહારની જમીન અંગેની અરજન્ટ દરખાસ્ત મંજૂર થતાં તેની સામે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ વિરોધ દર્શાવી અને આ દરખાસ્તમાં નિયમ ભંગ થયાનો ત્થા આ મુદ્ે કાનુની લડત આપવાનો ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે શ્રી સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજનાં જનરલ બોર્ડમાં ટી. પી. સ્કીમ નં. ર (નાના મવા)નાં રે. સર્વે નં. ૯૦ નાં પ્લોટ નં. ૬ર ને ફાળવેલ અંતમ ખંડ નં. ૬૬ર ને અધિનીયમ કલમ ૭૧/૧ હેઠળ વેરીડ કરવાની દરખાસ્તનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. કેમ કે બોર્ડમાં આ અરજન્ટ બિજનેશ દરખાસ્ત આવી છે જે દરખાસ્તમાં પ૯૪ ચો. મી. જમીન કે જેનો વિવાદ કોર્ટમાં ચાલુ છે તેની ચુકાદો હજુ આવ્યો નથી. આવી વિવાદી જમીનના બદલામાં કોર્પોરેશનના શાસકો અને કમિશ્નરને રાતો રાત એવું તો શું મળ્યું ? કે તા. ૩૦-૯-ર૦૧૯ નાં રોજ મળેલ પ્લાનીંગ કમીટીમાં જે જમીન લાણી દરખાસ્ત હતી તેના મંજૂર કરેલ તેને બે દિવસ પહેલા ફરીથી બિજનેશ તરીકે મુકી પણ દીધી આ જમીન સામાજીક અને આર્થિક રીપે પછાત વર્ગના ગરીબ લોકોને રહેણાંક આપવા માટેનો અનામત રખાયેલ પ્લોટ જે મોટા તવંગર લોકોને શા માટે શાસકો આપી દે છે ? અને તે પણ વીવાદીત જમીનના બદલામાં ચોખ્ખો પ્લોટ અને જે જગ્યાએ એકવાર જમીનના ૭૦ થી ૮૦ હજાર રૂપીયા ભાવ છે તેવી પુષ્કરધામની આગળ અને ક્રિષ્ના પાર્કની બાજુમાં આજ પ્લોટમાંથી અગાઉ અનુસુચિત જાતીના લોકોને પ૦૦૦ ચો. મી. જમીન રહેણાંક ના હેતુ માટે ફાળવી છે અને બાકી રહેતી જમીન પર પણ તે જ જાતિના લોકોની હકક છે તે છીનવી ને કોઇપણ જાતની મંજૂરી વગર હોકર્સ ઝોન બનાવી દીધેલ છે. હવે આજ ગરીબ લોકોનો પ્લોટ તવંગર ને આપી ટાઉન પ્લાનીંગ એકટનો ભંગ કરી જમીન ફાળવવાનો કારસો થયો છે. તેનો કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો વિરોધ કરે છે અને આ દરખાસ્ત મંજૂર થતાં હવે કમિશનરને આ દરખાસ્તની બહાલી નહી આપવાનો પત્ર પાઠવશે. તેમ છતાં મંજૂરી આપશે તો તેમની વિરૂધ્ધ પણ કોર્ટમાં ફરીયાદ થશે તેમ યાદીનાં અંતે શ્રી સાગઠીયાએ જણાવ્યું છે.

રવજીભાઇ ખીમસુરીયા  એ પણ વિરોધ કર્યો

દરમિયાન કોંગી કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા, ગીતાબેન પુરબીયાએ પણ ઉકત જમીનની દરખાસ્તનો વિરોધ દર્શાવ્યો હતો.

(3:23 pm IST)