Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અયોધ્યા કેસમાં અન્ય મુસ્લીમ પક્ષોને સમજૂતિ મંજૂર નથી

હવે સુપ્રીમ કોર્ટે જ કરશે નિર્ણય

નવી દિલ્હી તા.૧૯: અયોધ્યામાં રામજન્મભુમિ વિવાદ પર સુન્ની વકફ બોર્ડના દાવાને કેટલાક મુસ્લીમ પક્ષોએ નકારી દીધો છે. મુસ્લીમ પક્ષકારોએ બોર્ડ દ્વારા  કેસ પાછો ખેચવા અંગેના સમાચારો પર આશ્ચર્ય પ્રગટ કરતા ગઇ કાલે કહ્યુ કે સમજૂતિનો કોઇ મતલબ નથી, સુપ્રિમ કોર્ટ જ નિર્ણય કરશે.

મુસ્લિમ વાદીઓના વકીલ એજાજ મકબુલ, એન આર સમશાદ, અને સૈયદ શાહિદે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડ સિવાયના બધા મુસ્લીમ પક્ષોએ સમજૂતિને રદ કરી છે.   કેમકે મુખ્ય હિંદુ પક્ષકાર મધ્યસ્થતા  પ્રક્રિયા અને તેના તથાકથિત સમાધાનનો હિસ્સો નહોતા .તેમણે કહ્યુ કે તેઓ આ કેસને સૌહાર્દ પૂર્વક સુલઝાવવાના પ્રસ્તાવને નહી સ્વીકારે તેમણે કહ્યુ કે અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે સુપ્રિમ કોર્ટમાં અમે વાદી છીએ અમે પ્રેસમાં લીક કરવામાં આવેલ પ્રસ્તાવને નથી સ્વીકારતા અને મધ્યસ્થતા માટે અપનાવવામાં આવેલ કાર્ય પ્રણાલી પણ અમને માન્ય નથી.

વકીલ  શમશાદે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષને આવો દાવો કરવાનો કોઇ હક્ક નથી. અમને કોર્ટનો ચુકાદો જ માન્ય છે. તેમણે એ પણ કહ્યુ કે બીજા રાઉન્ડની સમજૂતિ માટે અમને નહોતા બાલાવાયા એટલે અમે સામેલ નહોતા થયા.

અયોધ્યા વિવાદમાં પક્ષકાર હાજી મહેબુબે ગઇકાલે કહ્યુ કે સુપ્રિમ કોર્ટનો ચુકાદો મુસ્લીમોની તરફેણમાં આવશે તો અમે જમીનને ઘેરીને છોડી દેશુ. મુસ્લીમ પક્ષ ફરીથી ત્યાં મસ્જીદ બનાવવાની તરફેણમાં નથી. તેમણે કહ્યુ કે દેશમાં સુખ ચેન જળવાઇ રહે તેજ અમારી પ્રાથમિકતા છે. અમે પહેલા પણ કહેતા રહયા છીએ કે મસ્જીદની જગ્યા છોડીને બાકીને જગ્યા પર મંદિર નિર્માણ કરાવે તો અમે લોકો પણ કાર સેવામાં સામેલ થઇશુ. અન્ય એક મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારીએ પણ કહ્યુ કે અમે કોર્ટનો હુકમ માનીશું.

(11:47 am IST)