Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ડો. એસ.ટી. હેમાણી વ્યાખ્યાનમાળા અંતર્ગત રવિવારે ચેન્નાઇના વિશ્વવિખ્યાત લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. આનંદ ખખ્ખરનું વકતવ્ય

અમદાવાદના ડોકટર પર્થિક પરીખ અને રાજકોટના ડોકટર ગુંજન જોષી પણ પોતાનું વકતવ્ય આપશે.

રાજકોટ તા ૧૯  :  એસોસિએશન ઓફ સર્જનસ ઓફ રાજકોટ દ્વારા યોજવામાં આવતા ડો. એસ.ટી. હેમાણી ઓેરેશન (વ્યાખ્યાનમાળા) ના આઠમાં મણકામાં તા. ૨૦ ઓકટોબર ૨૦૧૯ રવિવારે સવારેે ચેન્નાઇના વિશ્વ વિખ્યાત લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. આનંદ ખખ્ખર દ્વારા સોૈરાષ્ટ્રના સર્જનો માટે (ડોકટરો માટ) લીવર ટ્રાન્સપ્લાન્ટ ઉપર પોતાનું વકતવ્ય આપશે. આ સાથે અમદાવાદના ડોકટર પર્થિક પરીખ અને રાજકોટના ડોકટર ગુંજન જોષી પણ પોતાનું વકતવ્ય આપશે.

૧૯૬૫થી કાર્યરત એવા ડો. એસ.ટી. હેમાણીએ ૧૯૮૩માં એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટની સ્થાપના કરી અને ૨૦૧૨ માં તેમના ૭૫માં જન્મદિવસે આ વ્યાખ્યાનમાળા ડો. એસ.ટી. હેમાણી ઓેરેશન ચાલુ કરવા પ્રેરણા આપી.

આ ઓેરેશન અંતર્ગત (૧) કેન્સર સર્જન ડો. પ્રફુલ દેસાઇ, મુંબઇ, (ર)સ્વાદુંપિંડ અને લીવરના સ્પેશ્યાલીસ્ટ ડો. પી. જગન્નાથ, મુંબઇ, (૩)બાળ રોગના સર્જન ડો. જયોત્સના કીર્તને મુંબઇ, (૪) એડ્રીનલ ગ્રંથીના સર્જન ડો. અભય દળવી, મુંબઇ, (૫) લેપ્રોસ્કોપિક સર્જન ડો. દીપ રાજ ભંડારકર, મુંબઇ, (૬) પ્લાસ્ટિક સર્જન રાજા સભાપતિ, કોઇમ્બતુર, (૭) હ્રદયના સર્જન ડો. એસ ભટ્ટાચાર્ય, મુંબઇ,  જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ડોકટરોએ વ્યાખ્યાનો આપ્યા છે.

ડો. હેમાણી સાહેબ પોતાના સેવા કાર્ય માટે ખુબ પ્રચલિત છે, અને એમની સેવાની નોંધ લઇ ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭ તથા ૨૦૧૦માં તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી હસ્તે સન્માનિત કરવામાં આવેલા.

આ તકે એસોસિએશન ઓફ સર્જનસ્ ઓફ રાજકોટ સોૈરાષ્ટ્રના તમામ સર્જનોને ડો. એસ.ટી. હેમાણી ઓેરેશનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપે છે તેમ સંસ્થાના ડો. ગોવર્ધન વઘાસિયા પ્રસિડન્ટ અને ડો. નિકુંજ પટેલ સેક્રેટરીની યાદી જણાવે છે.

(11:45 am IST)