Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

આ રકમ વિદેશોમાં આપવામાં આવી હતીઃ ૨૧મીએ સુનાવણી

આઈએનએકસ મિડીયા કેસઃ ઈન્દ્રાણી મુખર્જીએ પી. ચિદમ્બરમ્ને ૩૫ કરોડથી વધુની લાંચ આપી હતીઃ સીબીઆઈની ચાર્જશીટમાં ધડાકો

નવી દિલ્હી, તા. ૧૯ :. સીબીઆઈએ આઈએનએકસ મિડીયા ભ્રષ્ટાચાર મામલામાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ્ વિરૂદ્ધ દિલ્હીની કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ છે. જેમા દાવો કરવામાં આવ્યો છે કે ઈન્દ્રાણી મુખર્જીએ પી. ચિદમ્બરમ્ને લાંચ પેટે ૩૫.૫ કરોડથી વધુ રકમ આપી હતી. આ પૈસા સિંગાપુર, મોરેસીયસ, બરમુડા, ઈંગ્લેન્ડ અને સ્વીસમાં આપવામાં આવી હતી. આ આરોપ પત્રમાં કુલ ૧૪ જણા સામે ચાર્જ મુકવામાં આવ્યા હતા. અંતિમ રીપોર્ટમાં આરોપીથી સરકારી સાક્ષી બનેલી ઈન્દ્રાણી મુખર્જીનુ નામ છે. સીબીઆઈએ ૧૨૦-બી, ૪૨૦, ૪૬૮, ૪૭૧ હેઠળની કલમો લગાડી છે. ૨૧મીએ સુનાવણી થશે.

(11:31 am IST)