Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઓપીનીયન પોલ

મહારાષ્ટ્રમાં ભાજપને ૧૪૨-૧૪૭, શિવસેનાને ૮૩-૮૫, કોંગ્રેસને ૨૧-૨૩, એનસીપીને ૨૭-૨૯ બેઠકો મળશે

૨૮૮માંથી ભાજપ-શિવસેના યુતીને ૨૨૫-૨૩૨, કોંગ્રેસી-એનસીપીને ૫૫,અન્યને ૩૩ બેઠકો મળશે

મુંબઈ તા.૧૯: મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીના મતદાનને આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે આગામી સરકાર કોણ બનાવશે અને કોને કેટલી બેઠક મળશે એની ચર્ચા ચાલી રહી છે તથા લોકોમાં એ માટે ભારે ઉત્સુકતા પણ છે. ચૂંટણીમાં આ વખતે જનતા કોને પસંદ કરશે એ બાબતે ચાર ઓપિનિયન પોલના સર્વે ગઈ કાલે જાહેર થયા હતા. ચારેય પોલમાં બીજેપી- શિવસેનાની મહાયુતિ પ્રચંડ બહુમતીથી ફરી સરકાર બનાવે એવી શક્યતા દર્શાવાઈ છે. જોકે ચારેય પોલમાં કોઈ એક પક્ષને બહુમતી માટે જરૂરી ૧૪૫ બેઠક મળવાની શક્યતા ન હોવાનું જણાવાયું છે.

નેતા એપ, સી વોટર, જન કી બાત અને એબીપી માઝા-સી વોટર દ્વારા ઓપિનિયન પોલ જારી કરવામાં આવ્યા છે.

નેતા એપના સર્વેમાં રાજ્યની કુલ ર૮૮ વિધાનસભા બેઠકમાંથી બીજેપીને ૧૪૨-૧૪૭, શિવસેનાને ૮૩-૮૫, કોંગ્રેસને ર૧-ર૩ અતે એનસીપીને ર૭-૨૯ બેઠકો મળવાની શક્યતા વ્યકત કરી છે.

સી વોટરે બીજેપી-શિવસેનાની મહાયુતિને ૨૦૦, કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને પ૫ અને અપક્ષ તથા અન્યોને ૩૩ બેઠકો મળવાની શક્યતા વ્યકત કરી છે.

જન કી બાત દ્વારા બીજેપી-શિવસેનાની મહાયુતિને ૨ર૫-૨૩૨, કોન્ગ્રેસ-એનસીપી ગઠબંધનને પપ અને અપક્ષ તથા અન્યોને ૩૩ બેઠકો મળવાની શક્યતા વ્યકત કરાઈ છે.

એબીપી માઝા-સી વોટરના સર્વેમાં બીજેપી- શિવસેનાની મહાયુતિને ૧૯૪, કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને ૮૬ અને અપક્ષ તથા અન્યોને ૮ બેઠકો મળવાની શક્યતા વ્યકત કરાઈ છે.

આ તમામ ઓપિનિયન પોલમાં કોઈ પણ પક્ષ એકલા હાથે બહુમતીનો ૧૪૫ બેઠકનો આંકડો પાર કરે એવી શક્યતા નથી દર્શાવાઈ.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષ એકલા હાથે ચૂંટણી લડ્યા હતા. કુલ ૨૮૮ બેઠકમાંથી બીજેપીને સૌથી વધુ ૧૨૨, શિવસેનાને ૬૩, કોંગ્રેસને ૪ર અને એનસીપીને ૪૧ બેઠક મળી હતી.

(11:29 am IST)