Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કરવાચોથ ઉપર પતીએ પત્નિની ડિમાન્ડ પુરી ન કરી, પત્નિએ દોડાવી દોડાવીને માર્યો

મહિલાએ પતિ પાસે કરવાચોથ ઉપર સોનાની નથણી લાવવા કહ્યું હતું: પરંતુ પતિ માત્ર સાડી લઇને આવ્યો હતો

નવી દિલ્હી, તા.૧૯: ગુરુવારે સમગ્ર દેશમાં પત્નિઓ માટે ખાસ ગણી શકાય એવું કરવાચોથનું વ્રત ધામધૂમથી ઉજવાયું હતું. આ ખાસ દિવસે પત્નીઓ પોતાના પતિઓ પાસેથી ખાસ વસ્તુઓની અપેક્ષા રાખે એ સ્વાભાવીક છે. પરંતુ ગાઝિયાબાદના મુરાદનગરમાં કરવાચોથ ઉપર પત્નીને સોનાની  નથણી ન અપાવી શકનાર યુવકને ખુબ જ મોંઘુ પડ્યું હતું. આ વાતથી નારાજ પત્નીએ પોતાના પતિને દોડાવી દોડાવીને માર્યો હતો. પત્નીનામારથી બચવા માટે પતિ એક મકાનમાં દ્યૂસી ગયો હતો. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે મુરાદનગરની એક કોલોનીમાં એક યુવક પોતાની પત્ની અને ચાર વર્ષના પુત્ર સાથે રહે છે. યુવક ગાજિયાબાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મહિલાએ પતિ પાસે કરવાચોથ ઉપર સોનાની નથણી લાવવા કહ્યું હતું. પરંતુ પતિ માત્ર સાડી લઇને આવ્યો હતો. ગુરુવારે સવારે આ વાતને લઇને પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો.

જોતજોતામાં આ ઝદ્યડો એટલો વધી ગયો કે ગુસ્સેભરાયેલી પતિએ પત્નીને થપ્પડ ચોડી દીધા હતા. થપ્પડ ખાધા પછી મહિલાનો ગુસ્સો પોતાની ચરમસીમા ઉપર પહોંચી ગયો હતો. ત્યારબાદ મહિલાએ દંડો લઇને પતિની ધોલાઇ કરવાનું શરૂ કરી દીધું હતું.

મહિલાએ પતિને દોડાવી દોડાવીને માર્યો હતો. પત્નિીના મારથી બચવા માટે પતિ એક મકાનમાં ઘૂસી ગયો હતો અને પોતાનો બચાવ કર્યો હતો. પતિની પીટાઇનો વીડિયો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં બનાવ્યો હતો. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. અને પોલીસે પતિ પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

(10:09 am IST)