Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને ૬ માસની જેલની સજા

દિલ્હી વિધાનસભાના સ્પીકર પર એક બિલ્ડરના ઘરમાં ઘુસણખોરી કરવા મામલે સજા ફટકારવામાં આવી છે

નવી દિલ્હી, તા.૧૯: દિલ્હીની એક કોર્ટે દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને એક બિલ્ડરના ઘરમાં ઘુસણખોરી કરવા મામલે છ માસની જેલ સજા ફટકારી છે. કોર્ટે ગયા શુક્રવારે ગોયલે આ મામલે દોષી જાહેર કર્યા છે.

મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સમર વિશાલે ગોયલ અને ચાર અન્યને આ મામલે દોષી જાહેર કરતા જણાવ્યું હતું કે, રામ નિવાસ ગોયલ, સુમિત ગોયલ, હિતેશ ખન્ના, અતુલ ગુપ્તા અને બરબીલ સિંહને આઇપીસીની કલમ ૪૪૮ હેઠળ દોષી જાહેર કરવામાં આવે છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ૬ ફેબ્રુઆરી ૨૦૧૫માં સ્થાનિક બિલ્ડર મનીષ ઘઇના વિવેક વિહાર સ્થિર પર ગોયલ પોતાના સમર્થકોની સાથે ઘર બળજબરીપૂર્વક ઘુસણખોરી કરી હતી. દ્યઇએ આક્ષેપ કર્યો હતો તેના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યાંજ ગોયલે દ્યઇ પર આક્ષેપ કર્યો હતો કે તેણે તેના ઘરમાં ચૂંટણી પહેલા લોકોને આપવા માટે દારૂ અને અન્ય વસ્તુઓ છૂપાવીને રાખી હતી.(૨૩.૩)

(10:08 am IST)