Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ટાટા સ્ટીલ કંપનીના પ્લાન્ટ પર આતંકી હુમલાની આશંકા :એલર્ટ બાદ ટાટા પ્લાન્ટમાં સુરક્ષા વધારી

સિક્યુટીરીઝ અને પ્રોટેક્શન વિભાગના ચીફ દ્વારા કંપનીની રાઉન્ડ ટેબલ મીટિંગ

નવી દિલ્હી : દેશની પ્રતિષ્ઠિત સ્ટીલ ટાટા સ્ટીલ કંપનીના પ્લાન્ટ પર આતંકી હુમલાની આશંકા છે. આ એલર્ટ બાદ ટાટા પ્લાન્ટમાં સુરક્ષા વધારી દેવાઈ છે. દેશની વિવિધ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા આ ઈનપુટ મળ્યો છે જેના લીધે સુરક્ષા વધારવામાં આવી છે. સિક્યુટીરીઝ અને પ્રોટેક્શન વિભાગના ચીફ ગોપાલ પ્રસાદ ચૌધરી દ્વારા આ જાણકારી કંપનીની રાઉન્ડ ટેબલ મીટિંગમાં આપવામાં આવી છે.

આ પ્લાન્ટ ઝારખંડના જમશેદપુર ખાતે આવેલો છે. આ કંપની મોટી હોવાથી અને લાખો લોકોનું આ કંપનીમાં રોકાણ હોવાથી હુમલો થવાની શક્યતા છે. જમશેદપુર શહેરમાંથી અગાઉ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

(12:48 am IST)