Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રાજકીય બદલા' માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવા સામે સરકારને મનમોહનસિંહે આપી ચેતવણી

ઇડીને મળેલ વધુ સંતાનો ન્યાયથી ઉપયોગ કરવો જોઈએ

 

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન ડૉ.સિંહની ગણના સારા અર્થશાસ્ત્રી તરીકે થાય છે અને ભારતમાં હાલ પ્રવર્તમાન આર્થિક અફરાતફરી મામલે પૂર્વ પીએમ વિશેષ રીતે કેન્દ્ર સરકાર પર વાર કરી રહ્યા છે.

 

ફરી પૂર્વ પીએમ ડો,મનમોહનસિંહ  દ્વારા  મોદી સરકારને 'રાજકીય બદલા' માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી. પૂર્વ પીએમએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોદી સરકાર હેઠળ વધુ સત્તાઓ મળી છે અને તેને(ED) સત્તાનો ન્યાયથી ઉપયોગ કરવો જોઇએ.

 

 પૂર્વ PMની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તેમના પૂર્વ કેબિનેટ સાથી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલામાં 2 કલાક પૂછપરછ પછી ઘરપકડ કરવામાં આવી હતી, તો આજે તેમની સામે ચાર્જસીટ પણ દાખલ કરવામાં આવી છે

 

(8:38 am IST)