Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભારતીય સેના રાજકારણથી અલગ અને પર છે : પાડોશમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે : આર્મી ચીફ

ભારતનો સંરક્ષણ ઉદ્યોગ ધીમે ધીમે નિકાસ લક્ષી બની રહ્યો છે.

 

નવી દિલ્હી : આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે ભારતીય સેના રાજકારણથી અલગ અને પર છે અને પાડોશમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય માત્ર તેના કદને લીધે નહીં, પરંતુ લશ્કરી કાર્યવાહીના વિશાળ અનુભવને કારણે પણ વિશ્વની અગ્રણી સેનાઓમાં ગણાય છે.

   નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યું કે ભારતનો સંરક્ષણ ઉદ્યોગ ધીમે ધીમે નિકાસ લક્ષી બની રહ્યો છે. તેમણે કહ્યું કે દેશની સંરક્ષણ નિકાસ હવે દર વર્ષે આશરે 11 હજાર કરોડ રૂપિયા છે, જે 2024 સુધીમાં 35 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે.

(10:54 pm IST)