Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઇન્ડિયન અમેરિકન પ્રોફેશનલ એશોશિએશન ,લોસ એંજલસના ઉપક્રમે 17 નવેમ્બર 2019 ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે

લોસ એંજલસ : યુ.એસ.માં કાઉન્ટી ઓફ લોસ એંજલસ , ઇન્ડિયન અમેરિકન પ્રોફેશનલ એશોશિએશનના ઉપક્રમે આગામી  17 નવેમ્બર 2019 ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે

આ વર્ષે ઉજવનારા 9 માં વાર્ષિક દિવાળી ઉત્સવનું સ્થળ યોરબા લિન્ડા કોમ્યુનિટી સેન્ટર 4501 કાસ લોમા એવ  યોરબા લિન્ડા કેલિફોર્નિયા રાખવામાં આવ્યું છે.જેનો સમય સાંજે 4 વાગ્યાથી શરૂ થશે.જે રાત્રીના 9 વાગ્યા સુધી ચાલશે

ઉજવણી અંતર્ગત બૉલીવુડ ડાન્સ,ફૂડ,ડી.જે.તથા ડ્રિન્ક સહિતના આયોજનો કરાયા છે.ઉજવણીમાં તમામને સપરિવાર મિત્રમંડળ સહીત આમંત્રણ પાઠવાયું છે.વિશેષ વિગત www.colaiapa.com દ્વારા મળી શકશે તેવું જાણવા મળે છે.

(7:31 pm IST)