Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અમેરિકાની બિઝનેસ સ્કૂલોમાં અભ્યાસ કરવા જતા ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો : ગયા વર્ષે 57 ટકાની સરખામણીમાં આ વર્ષે 45 ટકા સ્ટુડન્ટ્સએ એડમિશન માટે માંગણી કરી

ન્યુદિલ્હી : અમેરિકામાં 2015 ની સાલથી શરૂ કરાયેલા ' ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન કાઉન્સિલ( GMAT ) 'દ્વારા  એડમિશન મેળવી બિઝનેસ સ્કૂલોમાં અભ્યાસ કરવા જતા ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.જે મુજબ ગયા વર્ષે 57 ટકાની સરખામણીમાં આ વર્ષે 45 ટકા સ્ટુડન્ટ્સએ એડમિશન માટે માંગણી કરી છે.માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાંથી આવતા સ્ટુડન્ટ્સની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે જેના કારણમાં જાણવા મળ્યા મુજબ અભ્યાસ પછી નોકરી મળવાની શક્યતા ઘટી રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)