Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સબરીમાલા : દેખાવની સાથે

દેખાવકારોને કાબુમાં રાખવાની બાબત પડકારરૂપ

થિરુવનંતપુરમ, તા,૧૯ : કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશને લઇને ઘમસાણ જારી છે. આજે પણ હિંસક પ્રદર્શન જારી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુર આપી હોવા છતાં હજુ સુધી કોઇ પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. દેખાવકારો આક્રમક દેખાવ કરી રહ્યા છે. પોલીસ પર દેખાવકારો ભારે પડી રહ્યા છે. બીજી બાજુ બે મહિલા મંદિરના એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચી ગયા બાદ દેખાવકારોએ તેમને પરત ફરવા માટે અપીલ કરી હતી. સબરીમાલા એન્ટ્રી વિવાદ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહ્યો છે. મંદિરમાં પ્રવેશ માટે પહોંચેલી મહિલાઓને પરત મોકલવામાં આવી રહી છે. સબરીમાલા વિખવાદની સાથે સાથે નીચે મુજબ છે.

*    સબરીમાલા એન્ટ્રી વિવાદ દિનપ્રતિદિન વધુ ગંભીર

*    ફાતિમાના આવાસ ઉપર તોડફોડ કરવામાં આવી

*    પોલીસના વલણને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા વાંધો ઉઠવવામાં આવ્યો

*    બે મહિલાઓએ આઈજીની સાથે ૨૫૦ પોલીસ સાથે મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળી

*    એક ખ્રિસ્તી મહિલા પણ દર્શન વગર પરત ફરી

*    કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦થ ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશને લઇને ઘમસાણ જારી

*    બે મહિલાઓ એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચી ગયા બાદ તંગ સ્થિતી થઇ

*    દેખાવકારો મહિલાઓના પ્રવેશને રોકવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે

*    સુપ્રીમ કોર્ટના આદેશ છતાં હજુ સુધી કોઇ મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી

*    ૨૮મી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુરી આપી દીધા બાદથી જોરદાર વિરોધ પ્રદર્શનનો દોર જારી છે

*    મંદિરની આસપાસના વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હોવા છતાં સ્થિતી બેકાબુ છે

*    મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શકે તેવા પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે

*    મંદિરના એન્ટ્રી સ્થળ પર પહોંચી ગયેલી બે મહિલામાં હૈદરાબાદ મોજો ટીવીની પત્રકાર કવિતા જક્કલ અને કાર્યકર રિહાના ફાતિમાનો સમાવેશ થાય છે

*    વિરોધ પ્રદર્શન કરતા મોટી સંખ્યામાં લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.સાવચેતીના પગલારૂપે  પ્રદેશના નિલ્લકલ, પંપા, એલ્વાકુલમ, સન્નિધનમમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી

*    કેટલાક નિષ્ણાંતો માન રહ્યા છે કે સપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વ્યાપક હિંસા ફેલાવવાની દહેશત પણ રહેલી છે

*    વહીવટીતંત્ર દ્વારા ઇલાવુંગલ  અને સન્નીદાનમમાં સંચારબંધી લાગુ કરી દીધી છે

(7:35 pm IST)