Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

જો બેન્કની લોન લેતી વખતે પ બાબતોને ચકાસીને ધ્યાનમાં લેવામાં આવે તો બેન્ક લોન આપવા માટે ના નહીં પાડે

નોકરી કરી કરીને કંટાળ્યા હોવ અને હવે તમારે કોઇ બિઝનેસ શરૂ કરવો છે. પણ સૌથી મોટી સમસ્યા નાણાંની છે તો તમારા બધા વિચારો અને સપના માત્ર મનમાંને મનમાં રહી જશે. તમને થશે કે એકબાજુ સરકાર અને બેંકો લોન આપવા માટે મોટી મોટી જાહેરાતો આપે છે અને બીજી બાજુ લોન માગવા જાવ ત્યારે આપતી નથી. પરંતુ હકીકતમાં તેનું કારણ છે તેમ લોન માટેની 5 મુખ્ય શરતોમાં બેસતા નથી હોતા. જો લોન માગતા પહેલા પાંચ બાબતોને ચકાસીને ધ્યાન રાખવામાં આવે છે તો કોઇપણ બેંક તમને લોન આપવા માટે ના નહીં પાડે. તો જાણી લો ખાસ શરતો.

શરત નંબર 1

સૌથી સરળ અને વગર સિક્યોરિટીની લોન તમને પ્રધાનમંત્રી એમ્પ્લોયમેંટ જનરેશન પ્રોગ્રામ હેઠળ મળી શકે છે. પરંતુ PMEGP અંગે કરવામાં આવેલ સ્ટડીમાં જાણવા મળ્યું કે બેંક લગભગ 88 ટકા આવી એપ્લીકેશનને તો કેન્સલ કરી દે છે. માટે સૌથી કોમન કારણ બેંક જણાવે છે કે, પ્રોજેક્ટ રિપોર્ટ યોગ્ય હોવાથી એપ્લીકેશન રિજેક્ટ કરવામાં આવી છે. જેથી જ્યારે પણ બિઝનેસ લોન લેવી હોય ત્યારે પ્રોજેક્ટ રિપોર્ટમાં પ્રોજેક્ટની સંપૂર્ણ ડિટેલ અને નાનામાં નાની જાણકારી પણ આપો. રિપોર્ટમાં જણાવો કે કેવી રીતે બેંક દ્વારા મળતી લોનનો ઉપયોગ કરશો. તમારા પોતાના કેટલા રુપિયા લગાવશો. દરેક ખર્ચ અને આવકની ઝીણી ઝીણી વિગત એન્ટર કરો. પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં તમને સરકાર પણ મદદ કરી શકે છે અહીં નીચે આપેલ વેબસાઇટ પરથી તમને ઘણા પ્રોજેક્ટ રિપોર્ટ ટૂંકમાં તૈયાર મળી જશે.

https://www.kviconline.gov.in/pmegp/pmegpweb/docs/jsp/newprojectReports.jsp

શરત નંબર 2

લોન આમ તો બેરોજગાર યુવકોને આપવામાં આવે છે. પણ તેમ છતા બેંક તમારો સિબિલ રિપોર્ટ ચેક કરે છે, અને જો યોગ્ય નંબર હોય તો તમને લોન આપવામાં આવે છે. એટલા માટે લોન એપ્લાય કરતા પહેલા પોતાના સિબિલ રિપોર્ટને ચેક કરી લો. જો તે 750થી નીચે હોય તો તેનું કારણ જાણો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો.

શરત નંબર 3

જો તમે લોન માટે પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેંટ જનરેશન પ્રોગ્રામ હેઠળ એપ્લાય કરવા જઇ રહ્યા છો તો વાતનું ખાસ ધ્યાન રાખો કે જેટલાનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે, તેમાથી લગભગ 10 ટકા રુપિયા તમારી પાસે હોવા જરૂરી છે. જ્યારે સુધી તમારી પાસે પોતાનું કોન્ટ્રિબ્યૂશન નહીં હોય, ત્યાં સુધી બેંક તમને લોન નહીં આપે.

શરત નંબર 4

તમે જે બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તમારા પ્રોજેક્ટ રિપોર્ટ અંગે તમને દરેક બાબતની સંપૂર્ણ જાણકારી હોય તેનું ધ્યાન રાખો. જેથી બેંક અધિકારી જ્યારે તમારી સાથે સવાલો કરે તો તેના યોગ્ય જવાબ આપી શકો. નહીં તો બેંક તમારી લોન એપ્લીકેશનને રિજેક્ટ કરી શકે છે.

શરત નંબર 5

જો તમે પહેલાથી કોઇ યુનિટ ચલાવો છો તો PMEGP અંતર્ગત તમને લોન મળી શકે નહીં. તેમજ જો તમને સરકારી નોકરિયાત છો તો પણ લોન મળી શકે નહીં. તેમજ તમારા પરિવારના સભ્ય પાસે પહેલાથી PMEGPની લોન છે તો તમે સ્કીમ અંતર્ગત લાભ મળી શકે નહીં.

(5:40 pm IST)