Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ભારતના આ મંદિરમાં લાડુ કે પેંડા નહીં પણ બર્ગર અને બ્રાઉનીનો પ્રસાદ

પીથમ મંદિરમાં ભગવાનને આ કોઈ મીષ્ટાનનો ભોગ લાગતો નથી. પણ અહીં તો ભગવાન સ્પાઈસી ફૂડ અને બ્રાઉનીનો ભોગ જમે છે. આ ઉપરાંત મંદિરમાં દેવીને કયારેક પેસ્ટ્રીઝ પણ ધરવામાં આવે છે

નવી દિલ્હી, તા.૧૯: સામાન્ય રીતે કોઈ પણ હિન્દું મંદિરમાં ભગવાનને માખણ, મીસરી અને મીઠાઈનો પ્રસાદ-ભોગ ધરવામાં આવે છે. જેમાં મોટા ભાગે પેંડા, બરફી, મીસરી, લાડુ અને શીરા જેવી મીઠાઈઓ હોય છે. પરંતુ ચેન્નઈના પદુપાઈ નામના એક નાનકડા શહેરમાં આવેલા મંદિરે આ પરંપરામાં સદીઓ બાદ ફેરફાર કર્યો છે. અહીંયા જયા દુર્ગા પીથમ મંદિરમાં ભગવાનને આ કોઈ મીષ્ઠાનનો ભોગ લાગતો નથી. પણ અહીં તો ભગવાન સ્પાઈસી ફૂડ અને બ્રાઉનીનો ભોગ જમે છે. આ ઉપરાંત મંદિરમાં દેવીને કયારેક પેસ્ટ્રીઝ પણ ધરવામાં આવે છે.

સામાન્ય રીતે મંદિરનો પ્રસાદ મંદિરના પ્રસાદગૃહમાં તૈયાર થાય છે. જયાં ચોખ્ખા ઘીની મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે. પણ દુર્ગા પીથમ મંદિરમાં એવી કોઈ મીઠાઈની સુગંધ પણ નહી આવે. અહીના પ્રસાદમાં બ્રાઉની, બર્ગર અને સલાડનો ભોગ ધરાવવામાં આવે છે. અહીં ભકતો એવું માને છે કે, દુર્ગાનું એક રૂપ અન્નપુર્ણા પણ છે એટલે કે અન્નની દેવી. આ ઉપરાંત અહીંનું ફૂડ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (જ્લ્લ્ખ્ત્) દ્વારા પ્રમાણિત છે.

અહીંના પ્રસાદની ખાસ વાત એ છે કે, આ પ્રસાદનું પેકિંગ ખૂબ વ્યવસ્થિત હોય છે. આ ઉપરાંત દરેક ફૂડ પર તેની એકસપાયરી ડેટ પ્રિન્ટ કરેલી હોય છે. આ ઉપરાંત પ્રસાદ માટે એક વેન્ડિગ મશીન પર મંદિર પરિસરમાં પ્રાપ્ય છે. જેમાં ભકત ટોકન લઈને આ પ્રસાદ મેળવી શકે છે. તેથી બર્ગર, બ્રાઉની, સેન્ડવીચ, ટામેટા સોસ અને સલાડ જેવા પ્રસાદની ડીશ ટોકન પર મળે છે.

આ ઉપરાંત જે વ્યકિતનો બર્થ ડે હોય તેને બર્થ ડે કેક પ્રસાદ ઓફર કરવામાં આવે છે. એટલે જયારે ભકત પોતાના બર્થ ડે દર્શન પર કરવા માટે જાય છે ત્યારે તેને આ બર્થ ડે કેક પ્રસાદ આપવામાં આવે છે. આ માટે મંદિર સંસ્થાનને બર્થ ડે અંગે જાણકારી આપવી પડે છે.

આ ઉપરાંત જે ભકતોને ડાયાબિટિઝ હોય કે સુગર પ્રોબ્લેમ હોય તેઓ માટે ખાસ સુગર ફ્રી પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિરમાં સાધના કરવા માટે કે ખુલ્લા શરીરે આળોટીને પ્રદક્ષિણા કરવા માટે ભકતનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે, જો વ્યકિતનું બ્લડ પ્રેશર નોર્મલ આવે તો જ તેને આ પ્રકારની સાધના માટે મંજૂરી આપવામાં આવે છે. અન્યથા દંડવત પણ કરવા દેવામાં નથી આવતું.

આ મંદિરની ખાસ વાત એ પણ છે કે, મંદિરમાં કયાંય પરંપરાગત દાન પેટી નથી. આ ઉપરાંત ભકતો પાસેથી કયારેય દાન કે આર્થિક ફંડ માગવામાં આવતું નથી. જે કોઈ ભકત સ્વેચ્છાએ કંઈ પણ આપે છે તે મંદિરના જુદા જુદા સ્થળે મૂકેલા કન્ટેનરમાં અર્પણ કરી દેવાય છે. આ મંદિરના સત્તાધીશો કહે છે મંદિરના સંચાલન માટે કયારેય નાણાની અછત પડતી નથી એટલે કોઈ ફંડ માગવામાં આવતું નથી. આ મંદિરમાં કયાય કપૂરનો ઉપયોગ થતો નથી સાંજે કે સવારે આરતી સમયે ઘીના દીવાથી આરતી કરવામાં આવે છે. માત્ર ઘરે જ નહીં પણ ઓફિસના સરનામે પણ પ્રસાદની ડીલેવરી કરી દેવામાં આવે છે. આ ઉપરાંત દરેક પ્રસાદ સાથે પાણીની બોટલ પણ આપવામાં આવે છે

(4:07 pm IST)
  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • હવેથી CBSE માન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ ગમે ત્યાંથી યુનિફોર્મ,સ્ટેશનરી અને પુસ્તકો ખરીદી શકશે :નવી ગાઈડલાઈન જાહેર દેશની 20 હજારથી વધુ સ્કૂલો થશે પ્રભાવિત access_time 4:30 pm IST

  • અમદાવાદ:સરદાર પટેલની જયંતીએ 22મી ઓક્ટોબરે એકતા યાત્રા વિષયે સ્પર્ધા યોજવા આદેશ:પરીક્ષાના સમયે શિક્ષણ વિભાગે કર્યો આદેશ:શિક્ષણ વિભાગના પરિપત્રથી આચાર્યો અને સચાલકોમાં નારાજગી:વેકેશન પૂર્ણ થયા બાદ સ્પર્ધાનું આયોજન access_time 8:37 pm IST