Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રામમંદિર : ભાગવતના આહ્વાન, અમિત શાહના આક્રમક સ્ટેન્ડથી અધ્યાદેશના એંધાણ

નિવેદનોના આધારે રામમંદિર મુદ્દા અંગે રાજકીય ગરમાવો : અટકળો તેજ

નવી દિલ્હી, તા. ૧૯ :  આરએસએસ ચીફ મોહન ભાગવત વિજયદશમીના એક દિવસ પહેલા તેના સંબોધનના અયોધ્યામાં મંદિર નિર્માણનું ફરી આહ્વાન કર્યુ. તેઓએ સરકારને એ પણ કહ્યું કે જરૂરીયાત હોય તો તેના માટે કાયદો લાવવામાં આવે. બીજીબાજુ બીજેપી અધ્યક્ષ અમિતશાહ પણ આ મુદ્દા અંગે નિવેદન આપી રહ્યા છે. રામમંદિર પર કાયદા માટે સંતોએ અયોધ્યામાં એકત્રિત થવાનું આહ્વાન કર્યુ છે. તેનાથી આ મામલો ફરી ચર્ચામાં આવી ગયો છે. હાલના નિવેદનોના આધાર પર અયોધ્યામાં મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવવાના એંધાણ શરૂ થઇ ગયા છે.

ગયા મહીને અમિત શાહે કહ્યું હતું કે હાલમાં ઇચ્છા છે કે રામમંદિરનું નિર્માણ ર૦૧૯થી શરૂ થાય હાલમાં તેઓએ કહ્યું કે વિવાદાસ્પદ જમીનના માલિકના હક વિશે નિર્ણય કરીને આ વાતને નજરઅંદાજ કરી શકાય નહિ કે ભગવાન રામના જન્મસ્થળ પર આવેલા મંદિરને તોડી પાડવામાં આવે.

શાહે કહ્યું કે આપણે એ વાતને ભુલવી જોઇએ નહિ કેસ ૬૦૦ વર્ષ પહેલા અયોધ્યામાં રાજમંદિરને તોડી પાડવામાં આવે અમુક લોકોને એવુ લાગે છે કે અયોધ્યાના સંત સમાજની માંગોનું સમર્થન કરીને સંઘે બીજેથી કેન્દ્ર પર દબાણ વધાર્યુ છે. બીજી બાજુ શાહે પોતાના નિવેદન એ બાજુ ઇશારો કરી રહ્યા છે. કે સંભવત : પક્ષ તેના વિકાસ અને કલ્યાણના એજન્ડાની સાથે જોડાઇને આહ્વાન કરવામાં માંંગે છે.

જો કે સુપ્રીમમાં સરકારની ચર્ચાના હિસાબથી માલુમ પડશે કે કેન્દ્ર આ મામલે જલ્દી નિર્ણય લેવા ઇચ્છે છે કે નહીં આ મામલે સંઘ અને ભાજપની હવેની રણનીતિ આ અંગેની છે કારણ કે કોઇપણ ઉગ્ર આંદોલન હાલમાં કેન્દ્રની સરકાર ઇચ્છતી નથી.

(3:39 pm IST)