Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

LOC પાસે ૪ આતંકીઓનો ખાત્મો

બારામુલ્લા જિલ્લામાં સેનાને મળી મોટી સફળતા

શ્રીનગર તા. ૧૯ : જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે સેનાએ ચાર આતંકીઓનો ખાતમો કર્યો. પોલીસે જો કે આ ઘટનાની હજુ પુષ્ટિ કરી નથી. કારણ કે માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો મળ્યા નથી. સૈન્ય સૂત્રોના જણાવ્યાં મુજબ આ અથડામણ ગુરૂવારે સાંજે ઉરી સેકટરના બોનિયારના જંગલોમાં થઈ હતી. તેમણે કહ્યું કે આ અભિયાનમાં ચાર આતંકીઓ ઠાર કરાયા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.ઙ્ગ

અત્રે જણાવવાનું કે આ અગાઉ સેનાના એક ટોચના અધિકારીએ ગત શનિવારે કહ્યું હતું કે લગભગ ૩૦૦ આતંકીઓ કાશ્મીર ઘાટીમાં સક્રિય છે. જયારે ૨૫૦થી વધુ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં છે. સેનાની ૧૫જ્રાક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફટેનન્ટ જનરલ એ કે ભટ્ટે ઉત્તર કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં જણાવ્યું હતું કે ૨૫૦થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં છે. અમારી સેના સતર્ક છે અને તેમને રોકવા માટે તૈયાર છે.ઙ્ગ

તેમણે કહ્યું હતું કે સેનાની પૂરેપૂરી કોશિશ હશે કે તે આતંકીઓને ભારતમાં ઘૂસવા ન દે. સેનાના અધિકારીએ જણાવ્યું કે કાશ્મીર ઘાટીમાં લગભગ ૩૦૦ આતંકીઓ સક્રિય છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કાશ્મીરના સોપોરમાં પોલીસે બુધવારે લશ્કર એ તૈયબાના એક સ્થાનિક આતંકીની ધરપકડ કરી હતી.ઙ્ગ

પોલીસના જણાવ્યાં મુજબ થોડા દિવસ પહેલા આતંકી લશ્કર ઐ તૈયબામાં સામેલ થયો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તે નગરપાલિકા અને પંચાયત ચૂંટણીઓમાં મતદાન અંગે ઉત્તર કાશ્મીરના લોકોને ધમકાવી રહ્યો હતો.ઙ્ગ

પોલીસે કહ્યું કે પકડાયેલા આતંકીની ઓળખ આમિર સુલ્તાન તરીકે થઈ છે અને તે બાંદીપોરા જિલ્લાના નઈદખાઈ સુમ્બલનો રહીશ છે.

(3:29 pm IST)