Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેકસ-નીફટીની ગુંલાટ

બપોરે બે વાગ્યે સેન્સેકસમાં ૬૦૦ પોઈન્ટનું ગાબડુઃ નીફટી ૫૨૧૯૬ પોઈન્ટ ડાઉન : રિલાયન્સ-યસ બેંકમાં ૫ - ૫ ટકાનું ગાબડુઃ ચોતરફા વેચવાલી ઈન્ડીયા બુલ્સ હાઉ. ફાય. ઉંધામાથે ગબડયો

મુંબઈ, તા. ૧૯ :. આજે દેશના અનેક ભાગોમાં વિજયાદશમીનું શુભમુહુર્ત છે. જ્યારે શેરબજાર માટે અશુભ રહ્યું છે. આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઉંધામાથે પછડાયું છે. સેન્સેકસમાં ૬૦૦થી વધુ તો નીફટીમાં ૧૯૬ પોઈન્ટનું ગાબડુ જોવા મળી રહ્યુ છે.

બપોરે ૨ વાગ્યે ચોતરફી વેંચવાલી વચ્ચે સેન્સેકસ ૬૧૧ પોઈન્ટ ઘટીને ૩૪૧૬૭ અને નીફટી ૧૯૬ પોઈન્ટ ઘટીને ૧૦૨૫૬ ઉપર ટ્રેડ કરે છે.

આજે યસ બેંક, રિલાયન્સ, હીરો મોટોકોર્પ, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, ઓએનજીસી વગેરેમાં મોટું ધોવાણ હતુ જ્યારે નીફટીમાં ઈન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાય.નો શેર ૧૪.૬૯ ટકા તૂટયો હતો.

એફએમસીજી, મેટલને બાદ કરતા બધા સેકટર રેડ ઝોનમાં હતાં.

(3:27 pm IST)