Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ગયા વર્ષે 50 હજારથી વધુ ભારતીયોએ અમેરિકાની નાગરિકતા મેળવી

નાગરિકતા મેળવનારામાં પ્રુરૂષો કરતા મહિલાઓની સંખ્યા વધુ

નવી દિલ્હી :ગયા વર્ષે 50000થી વધારે ભારતીયો અમેરિકાનાં નાગરિકો બન્યા હતા એક અહેવાલ મુજબ, 2016 કરતા 2017માં ભારતીયોએ અમેરિકાની નાગરિક્તા વધુ મેળવી હતી

  ડિપાર્ટમેન્ટ હોમલેન્ડ સિક્યોરિટીએ જાહેર કરેલા વાર્ષિક અહેવાલ મુજબ, 2017નાં વર્ષમાં 50,802 ભારતીયોએ અમેરિકાની નાગરિક્તા મેળવી હતી આ પહેલા, 2016ના વર્ષમાં 46,188 ભારતીયોએ અમેરિકાની નાગરિક્તા મેળવી હતી અને 2015ના વર્ષમાં 42,213 ભારતીયોએ અમેરિકાની નાગરિક્તના મેળવી હતી. દર્ષ વર્ષે આ આંકડો વધતો જાય છે.

 આ અહેવાલ મુજબ, 2017ના વર્ષમાં અમેરિકાએ 7.0 લાખ વિદેશીઓને અમેરિકાની નાગરિક્તા આપી છે. જેમાં સૌથી વધારે મેક્સિકોના નાગરિકોનો સમાવેશ થાય છે. 1.18 લાખ મેક્સિકન લોકોએ અમેરિકાની નાગરિક્તા મેળવી. આ પછી ભારતીયો બીજા ક્રમે આવે છે અને ત્યારબાદ ચાઇનીઝ લોકોનો આવે છે.

 એક રસપ્રદ આંકડાઓ મુજબ, પુરષો કરતા મહિલાઓએ અમેરિકાની નાગિરક્તા વધુ મેળવી છે.

(3:03 pm IST)