Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ઉત્તરપ્રદેશમાં પોલીસ સ્ટેશનમાંથી રાઇફલ લૂંટી જનારા ત્રણ ખાલીસ્તાનીઓ ઝડપાયા

ત્રણેયને કોર્ટે દશ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલ્યા

ઉત્તરપ્રદેશનાં પાલીસ સ્ટેશનમાંથી રાઇફલ લૂંટી જનારા ત્રણ ખાલીસ્તાનીઓ પોલીસે પકડી પાડ્યા છે. આ ત્રણ વ્યક્તિઓ પર ખાલીસ્તાન આંતકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનો આરોપ છે. આ ઘટના ઉત્તરપ્રદેશમાં શામલી જિલ્લામાં બની આ ત્રણ વ્યક્તિઓને કોર્ટે દશ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.

 આ ત્રણ ખાલીસ્તાનીઓમાં અમરત સિંઘ, ગુર્જન અને કરણ સિંઘનો સમાવેશ થાય છે. તેઓ ખાલીસ્તાની લિબરેશન ફ્રન્ટ સાથે જોડાયેલા છે. તપાસ એજન્સની શંકા છે કે, આ ખાલીસ્તાનીઓ ફરી સક્રિય થયા છે અને પંજાબમાં ફરી પગ પેસારો કરી રહ્યાં છે.

 તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીએ પંજાબનાં પર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલ પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. આ માટે વધુ તપાસની જરૂર છે. આરોપીઓએ એવુ પણ કબુલ્યું છે કે, તેમની સાથે બીજા બે સભ્યો પણ હતા પણ તે ભાગી છૂટ્યા છે. પોલીસ તેમને પણ પકડવા માંગે છે.

(2:30 pm IST)