Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

આજે ફરી પેટ્રોલ- ડિઝલના ભાવમાં ઘટાડો

૧૪ દિવસથી સતત વધારા બાદ પ્રજાને રાહતઃ દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૩૮ અને ડિઝલ ૭૯.૧૩ ભાવ

નવીદિલ્હી, તા.૧૯: પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ૧૪ દિવસો સુધી સતત વધારા બાદ હવે કિંમતો ઘટવા લાગી છે. દિલ્હીમાં આજે ફરી પેટ્રોલની કિંમતોમાં ૨૪ પૈસા અને ડિઝલના ભાવોમાં ૧૦ પૈસાનો ઘટાડો થયો છે. હવે પાટનગરમાં પેટ્રોલની કિંમત ૮૨.૩૮ રૂપિયા પ્રતિલિટર અને ડિઝલની કિંમત ૭૫.૪૭ રૂપિયા પ્રતિલિટર થઇ ગયા છે.

બીજીબાજુ, મુંબઇમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ક્રમશઃ ૨૪ પૈસા અને ૧૧ પૈસાનો ઘટાડો થયો છે. હવે ત્યા પેટ્રોલની કિંમત ૮૭.૮૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૭૯.૧૩ રૂપિયા પ્રતિલિટર થઇ ગયા છે.

આ પહેલા ગઇકાલે પણ પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ઘટાડો થયો છે. દિલ્હી અને મુંબઇમાં પણ પેટ્રોલની કિંમતોમાં ૨૧ પૈસા અને ડીઝલની કિંમતોમાં ૧૧ પૈસાનો ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૪ ઓકટોબરે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડયા હતા. પરંતુ તેના બાદથી તેલના ભાવોમાં સતત વધારો ચાલુ હતો. હવે ઘટાડવાનું ચાલુ થયું છે.(૨૨.૩)

 

(11:36 am IST)