Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ર૦૧૯ની ચૂંટણી પૂર્વે સૌથી મોટો મુદ્દે બનશે પ્રાંતવાદની લડાઇ?

ગુજરાતમાં રેપની ઘટનાને કારણે ઉપજેલો ગુસ્સો પ્રાદેશિક લડાઇમાં તબદીલ થઇ ગયો છેઃ વિપક્ષને મોટો મુદ્દે મળી ગયો છેઃ જો ભાજપ રાષ્ટ્રવાદ, આક્રમક હિન્દુવાદને મુદ્ે બનાવશે તો જ્ઞાતિ કે પ્રદેશવાદથી તેને કાઉન્ટર કરશે વિપક્ષ

નવી દિલ્હી તા. ૧૯ :.. શું પ્રાંતવાદ પર ચૂંટણી લડી શકાય ? પ્રાંતવાદનો મુદ્ે ઉછાળીને રાજકીય પક્ષો ચૂંટણીને પ્રભાવીત કરી શકકે ? ગુજરાતમાં બળાત્કારની ઘટનાના કારણે ઉપજેલો ગુસ્સો હવે પ્રાંતવાદની લડાઇમાં ફેરવાઇ ગયો છે, એટલે આ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ બનાવનો આરોપી બીહારનો હતો એટલે ઘટના પછી રાજયમાં રહેતા બિહાર  અને યુપીના લોકો પર હૂમલાઓ થયા અને હજારો લોકોને ગુજરાત છોડવું  પડયું. ગુજરાતમાં નોકરીમાં ૮૦ ટકા સ્થાનીક લોકો માટે અનામત રાખવાની માંગણી થઇ રહી હતી ત્યારે જ આ ઘટના બની હતી. આ ઘટના પછી આખા દેશમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો હતો. ગુજરાતથી માંડીને બિહાર સુધી રાજકારણમાં આ મુદ્ે  ઉકળવા લાગ્યો છે.

પ્રાંતવાદના નામે આવી લડાઇ પહેલી વાર નથી થઇ. મહારાષ્ટ્રમાં મરાઠી અને બિન મરાઠી વચ્ચે નોકરી અને બીજી બાબતોનો વિવાદ થતો જ રહ્યો છે. અને તે ચૂંટણી મુદ્ે પણ બનતો રહ્યો છે. રાજ ઠાકરેનું રાજકારણ જ આ મુદ્ે શરૂ થયું હતું. દક્ષિણ ભારતમાં હંમેશા  પ્રાંતવાદ મુદ્ે રાજકારણ ચાલતુ રહ્યું છે. કયારેક હિંદી નામે તો કયારેક નોકરીમાં હકક બાબતે દક્ષિણના રાજયો એને મોટો મુદ્ે બનાવતા રહ્યા છે. થોડા દિવસો પહેલા, કેન્દ્ર તરફથી અપાતા ફંડમાં પોતાના હિસ્સા બાબતે દક્ષિણના રાજયોએ એક ફ્રંટ બનાવ્યો હતો. જેના લીધે કેન્દ્ર સરકાર પણ ચિંતામાં  મુકાઇ હતી. તમીલનાડુમાં તો પ્રાંતવાદ એટલો મજબુત થયો  કે તેણે તમિલનાડુમાં રાષ્ટ્રીય દળો માટે જગ્યા જ નથી રહેવા દીધી.

પ્રાંતવાદનો લાભ કોને મળે છે!

રાજકીય જાણકારો અનુસાર આવા મુદ્દાઓ રાષ્ટ્રીય દળો માટે પરેશાની રૂપ હોય છ. જે પક્ષની સરકાર કેન્દ્રમાં હોય તેને મુશ્કેલીઓ ઉભી થાય છે, રાજકીય વિશ્લેષક યશવંત દેશમુખ અનુસાર કોઇપણ રાષ્ટ્રીય પક્ષ કોઇપણ ક્ષેત્રીય મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ ન કરી શકે કારણ કે તેની અસર દુરોગામી હોય છે. જો એક રાજયની માંગણી સામે નમતુ જોખે તો બીજા રાજયો આવી માગણીઓ સાથે આગળ આવશે. આનાથી ઉલ્ટું, સ્થાનિક પક્ષો માટે આ એક તક જેવું હોય છે. તેના પ્રભાવનો વિસ્તાર સિમિત હોય છે એટલે તે કોઇ વિસ્તારનો મુદ્દો ઉઠાવીને જોખમ વિના રાજકીય લાભ મેળવી શકે છે. દેશમાં સ્થાનિક પક્ષો હજી સંઘર્ષ કરી રહયા છે ત્યારે સ્થાનિક મુદ્દાઓ ઉપાડીને તેઓ મત મેળવવાની ચાલ ખેલી શકે છે.

વિરોધ પક્ષો માટે મોકો

સામાન્ય ચંૂંટણી પહેલા પ્રાંતવાદનો મુદ્દો મોદી સરકારની વિરૂદ્ધ વિરોધ પક્ષો માટે હથિયાર બની શકે છે. રાજકીય વિશ્લેષક આશીષ રંજન અનુસાર ભાજપા રાષ્ટ્રવાદ, આક્રમક હિંદુવાદને મુદ્દો બનાવે તો જાતિ અથવા ક્ષેત્રીયતા જેવા મુદ્દાઓ દ્વારા તેના પર પ્રતિ આક્રમણ થઇ શકે.

૨૦૦૭માં મોદીનું ટ્રમ્પકાર્ડ હતું

દિલચસ્પ વાત એ છે કે આજે જે પ્રાંતવાદના મુદ્દે મોદી સરકાર રાજકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન મોદીએ સફળતા મેળવી હતી. ગુજરાતમાં તેમણે રાજયની અસ્મિતાનો મુદ્દો ઉઠાવીને રાજકીય સફળતા મેળવી હતી. તેમણે પોતાની કામગીરીને ગુજરાતીની અસ્મિતા સાથે જોડીને ૨૦૦૭ની ચૂંટણીમાં સફળતા પુર્વક ઉપયોગ કર્યો હતો.(૫-૧પ)

 

(2:44 pm IST)