Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ફાર્મસીના છાત્રથી આતંકી બનેલા શૌકત મોતને ભેટતા ઠેરઠેર દેખાવો

કાશ્મીર ખીણમાં ૮ ત્રાસવાદીઓના મોત બાદ ટેન્શન : શ્રીનગરમાં શાળા-કોલેજો બંધ

શ્રીનગર, તા. ૧૯ : શ્રીનગરમાં શુક્રવારે બધી હાયર સેકન્ડરી સ્કૂલો સહિત કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. કાશ્મીર યુનિવર્સિટીમાં પણ શિક્ષણકાર્ય ઠપ્પ રહેશે. બુધવાર અને ગુરૂવારે સુરક્ષા બળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરીને કુલ આઠ આતંકવાદીઓને મારી નાખ્યા હતા. જેમાં લશ્કરના ટોપ કમાન્ડર મેહરાજુદ્દીન બાંગરૂ સહિત ત્રણ આતંકવાદીઓ બુધવરે અને ગુરૂવારે સવારે પુલવામામાં તહરીક એ મુજાહીદ્દીન સંગઠનના આતંકવાદી અહમદ ભટ્ટને ઠાર કર્યા હતા. જયારે મોડી રાત્રે ઉતર કાશ્મીરના બારામુલ્લા જીલ્લાના બોનિયાર જંગલ વિસ્તારમાં સેનાએ ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. સેના અનુસાર આ દરમ્યાન થયેલી મુઠભેડ દરમ્યાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતાં. જોકે કોઇની લાશ મળી નથી.

આના લીધે શુક્રવારની નમાઝ પછી હિંસા ફેલાવાની શંકાના કારણે પ્રશાસને શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

દક્ષિણ કાશ્મીરના પુલવામાં બીફાર્મના વિદ્યાર્થીમાંથી આતંકવાદી બનેલા શૌકતના મોતના વિરોધમાં કાશ્મીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગુરૂવારે દેખાવો કર્યા. તેમણે સર સૈયદ ગેટ સુધી મોર્ચો કાઢયો અને જનાજો પઢયો. ફાર્મસી વિભાગની બહાર તેને શ્રદ્ધાંજલી પણ આપી જણાવી દઇએ કે શૌકત બીજી ઓકટોબરે જ તહરીક-ઉલ-મુજાહીદ્દીનમાં જોડાયો હતો.

આતંકવાદી સંગઠન જૈશ એ મુઞમમદએ બુધવારે પુલવામાના નેવામાં સીઆરપીએફ કેમ્પ પર હુમલાનો દાવો કર્યો છે. પોતાના દાવામાં સંગઠને કહ્યું કે હુમલામાં સ્નાઇપર ફાઇફલનો ઉપયોગ કરાયો હતો.

 

(9:57 am IST)