Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મમ્મીએ દીકરીને ફરી મમ્મી બનાવી..! ૩૨ મહિનાના ગર્ભ બાદ મહિલાને થઇ સંતાનપ્રાપ્તિ

ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન : ભાગ્યે જ બનતા કિસ્સામાંથી એક

પુણે તા. ૧૯ : સામાન્ય રીત ૯ મહિનામાં ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપે છે. પરંતુ, પૂણેમાં એક મહિલાએ પોતાની માતાના ગર્ભાશયથી એક બાળકીને જન્મ આપ્યો છે. ૧૭ મહિના પહેલા મહિલાના ગર્ભાશયનું ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને મહિલાની માતાએ આ અંગ ડોનેટ કર્યું હતું. હાલમાં બાળકી અને માતા બંનેની સ્થિતિ સ્વસ્થ છે. મેડિકલ ક્ષેત્રે ભાગ્યે જ બનતા કિસ્સાઓ પૈકીનો આ એક કિસ્સો છે. વડોદરાની મહિલાનું ૧૭ મહિના પહેલા ગર્ભાશય ટ્રાંસપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલમાં આ બનાવના એક દિવસ પહેલા જ ગર્ભાશય ટ્રાંસપ્લાન્ટનું ઓપરેશન થયું હતું. જેમાં ૩૨ અઠવાડિયાના ગર્ભ બાદ તબીબોના ઓપરેશનથી માતાએ બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, આ બાળકીનો જન્મ તેના નિર્ધારિત સમય પહેલાં થઈ ગયો હતો. હાલમાં બાળકી અને માતા બંને સ્વસ્થ છે.

ટ્રાંસપ્લાન્ટ સર્જન શૈલેશ પુંટામબેકરે કહ્યું હતું કે, જન્મ સમયે બાળકીનું વજન ૧૪૫૦ ગ્રામ હતું. બાળક અને માતાનો આ કેસ એક પડકાર સમાન હતો. પરંતુ, ટ્રાંસપ્લાન્ટ બાદ સફળતાથી બાળકીને જન્મ થયો અને માતાની તબિયત પણ સારી છે. આવા કેસ રેર હોય છે અને પડકારજનક હોય છે.

તબીબો જયારે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સી સેકશનની તૈયારી કરતા હતા. અચાનક માતાની સ્થિતિ બગડતા બ્લડ શુગર અને બ્લડ પ્રેશર બંને વધી ગયા હતા. તબીબોએ કહ્યું કે, મહિલાની પ્લાસન્ટા ઝડપથી એકિટવ થઈ રહી હતી. આવી સ્થિતિમાં પોષણ મળવાનું બંધ થઈ જાય છે. મહિલાને તેમની ૪૫ વર્ષીય માતાએ પોતાનો ગર્ભ આપ્યો. પૂણેની હોસ્પિટલમાં આ ટ્રાંસપ્લાન્ટ ઓપરેશન થયું હતું. આવી સ્થિતિમાં ગર્ભ ટ્રાંસપ્લાન્ટ થાય પણ બઘા નવ્સ પહેલાની જેમ જોડાઈ શકતી નથી. તેથી ગર્ભવતની લેબરપેઈન ફીલ થતું નથી. તેથી આ કેસ વધુ પડકારજનક બને છે.

(9:57 am IST)