Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ :કંધાર ગવર્નર, પોલીસ ચીફ અને ઇન્ટેલ ચીફની સુરક્ષા ગાર્ડોએ કરી હત્યા

ગવર્નર આવાસમાં બેઠક બાદ ગાર્ડઓએ કર્યો હુમલો :અમેરિકન સુરક્ષાકર્મી અને એક નાગરિક ઘાયલ

 

કાબુલ : ગૃહયુદ્ધની આગમાં ભડકે બળી રહેલ અફગાનિસ્તાનના કંધારમાં મોટો આતંકવાદી હૂમલો થયો છે. ગુરૂવારે કંધારના ગવર્નર, પોલીસ ચીફ અને ઇન્ટેલિજન્સ ચીફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગવર્નરના સુરક્ષા ગાર્ડોએ તેની હત્યા કરી છે. ત્યાના સાંસદો ખાલિદ પશ્તૂને તેની માહિતી આપી. 

   ગાર્ડોએ હૂમલામાં એક અમેરિક સુરક્ષા કર્મચારી અને એક નાગરિક પણ ઘાયલ થયો છે. અફઘાનિસ્તાન સમાચાર ચેનલ તોલો ન્યૂઝનાં અનુસાર ગવર્નરના આવાસ પર બેઠક બાદ તમામ લોકો જઇ રહ્યા હતા, ત્યારે એક ગાર્ડે ગોળીબાર ચાલુ કરી દીધો હતો. ત્યાર બાદ અન્ય ગાર્ડ પણ તેમાં જોડાઇ ગયા અને તેમને ગોળીબાર ચાલુ કરી દીધો હતો. 

 

(12:00 am IST)
  • સુરત: શહેરમાં સ્વાઈન ફ્લુમાં વધુ 3 કેસ પોઝિટિવ:સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 112 થઈ:પનાસના 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ:વેસુની 30 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ:વેસુના 59 વર્ષીય પુરુષનો પોઝિટિવ રિપોર્ટ:22 દર્દીઓ હજુ સારવાર હેઠળ: 1ને ડિસ્ચાર્જ કરાયા access_time 9:44 pm IST

  • પંજાબ સરકારની મૃતકોના પરિવારને 5-5- લાખ અને ઘાયલોને મફત ઈલાજની જાહેરાત:મોદી સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરી access_time 1:02 am IST

  • કચ્છ:ભુજની મુક્ત જીવન મહિલા કોલેજ હોસ્ટેલના સંચાલકો વિરૂધ્ધ ફરીયાદ :હોસ્ટેલમાં અભ્યાસ કરતી યુવતીને બિમાર હોવા છતા સારવાર ન કરાવ્યાની ફરીયાદ :ગઇકાલે બિમાર યુવતીના મોત બાદ તેના પિતાએ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી :STSC સેલના DYSP એ તપાસ શરૂ કરી access_time 8:37 pm IST