Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

દર વર્ષે રાવણ તો આવે છે, પરંતુ રામ મંદિર નથી આવતું : ઉદ્ધવ ઠાકરે

સંઘ પ્રમુખની રામ મંદિર પર કાયદાની માંગ પર ઠાકરેએ મોદી સરકારની ઝાટકણી કાઢી

 

મુંબઇ : મુંબઇના સિવાજી પાર્કમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મહારાષ્ટ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રામ મંદિરના મુદ્દે તેમણે કહ્યું કે, રાવણ દર વર્ષે આવે છે પરંતુ રામ મંદિર નથી આવતું. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જ્યારે સંઘ પ્રમુખના વખાણ કર્યા હતા.

રામ મંદિરના મુદ્દે ઉદ્ધવ ટાકરેએ કહ્યું કે, રાવણ દર વર્ષે આવે છે પરંતુ રામ મંદિર નથી આવતું. વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર ઠાકરેએ કહ્યું કે, ઘનુષ અને બાણ ઉઠાવવા માટે ચોક્કસ ઇંચની છાતી નહી પરંતુ હિમ્મત જોઇએ.

  તેમણે કહ્યું કે, તેઓ રામ મંદિર પર મોહન ભાગવતનાં નિવેદન માટે શુભકામના આપીએ છીએ. તેમણે જે કહ્યુ કે, અમે ગણા વર્ષોતી કહી રહ્યા છીએ કે અમે 25 નવેમ્બરે અયોધ્યા જઇશું. જે સવાલ આજે હું કરી રહ્યો છું, બીજી તરફ હું અયોધ્યામાં વડાપ્રધાન મોદીને પુછીશ. જનતાની ભાવના સાથે રમત કરો. જો તેમણે આશા ગુમાવી દીધી તો તમારૂ સિંહાસન માટીમાં મળી જશે. વડાપ્રધાન ઘણા દેશોમાં જાય છે પરંતુ અયોધ્યા એકવાર પણ નથી ગયા

(1:11 am IST)