Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

‘‘દિવાળી દશેરા ફેસ્‍ટીવલ ૨૦૧૮'': શ્રી સીતારામ ફાઉન્‍ડેશન USAના ઉપક્રમે ૨૦ ઓકટો.ના રોજ સુગરલેન્‍ડ મુકામે ઉજવાનારો ઉત્‍સવઃ દશેરા પરેડ,રાવણ દહન,રામલીલા, સહિત વિવિધ આયોજનોઃ ટેકસાસ ગવર્નર તથા કોંગ્રેસમેન હાજરી આપશે

સુગરલેન્‍ડઃ શ્રી સીતારામ ફાઉન્‍ડેશન યુ.એસ.એ તથા ઓરિસ્‍સા કલ્‍ચરલ સેન્‍ટરના સંયુક્‍ત ઉપક્રમે સાતમો દિવાળી દશેરા ફેસ્‍ટીવલ ૨૦૧૮ ૨૦ ઓકટો.શનિવારના રોજ ઉજવાશે.

સ્‍કિટર્સ સ્‍ટેડીયમ, વન સ્‍ટેડિયમ Dr સુગરલેન્‍ડ (રેઇનડેટ ઓકટો ૨૧) મુકામે ઉજવાનારા આ ઉત્‍સવનો સમય બપોરે ૪ વાગ્‍યાથી રાત્રિના ૧૦ વાગ્‍યા સુધીનો રહેશે. જેમાં સૌપ્રથમવાર ટેકસાસ ગવર્નર હાજરી આપશે તથા પરેડ માર્શલ તરીકે કોંગ્રેસમેન હાજરી આપશે.

ઉત્‍સવ અંતર્ગત ૫૦ ફલોટસ સાથેની દશેરા પરેડ યોજાશે. ૧૪ ફુટ ઊંચા રાવણનું દહન કરાશે. રામલીલા પ્‍લે યોજાશે. તથા મહા આરતી થશે. ઉપરાંત અયોધ્‍યા દિવાલી બજારમાં ફુડ બુથમાંથી શોપીંગ, તેમજ મીના બજાર, વસ્‍ત્ર બજાર, ફ્રી ફોટો બુથ સહિતના આયોજનો કરાયા છે. ઉપરાંત પસંદગી મેળો તથા વિષ્‍ણુના ૧૦ અવતારનું નિદર્શન કરાવતો શો યોજાશે. બાળકો માટે ફટાકડા, ફુગ્‍ગા,રાઇડસ સહિત વિવિધ મનોરંજન ઉપલબ્‍ધ કરાવાયા છે. બુથ તથા વિશેષ માહિતિ માટે કોન્‍ટેક નં.૭૧૩-૫૯૭-૬૯૪૧ દ્વારા સંપર્ક સાધવાનું IAN દ્વારા જાણવા મળે છે.

(9:44 pm IST)
  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST

  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST