Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

'જમ્મુ-કાશ્મીર ન જાવ', ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી

કેનેડાના આ ઉશ્કેરણીજનક પગલા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને આરોપોને વાહિયાત ગણાવ્યા

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ મંગળવારે (19 સપ્ટેમ્બર) તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા જણાવ્યું છે.

 કેનેડાએ તેની પાછળ સુરક્ષાને કારણ ગણાવ્યું છે. અપડેટ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, "જમ્મુ અને કાશ્મીર ન જાવ કારણ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે." કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમજ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

 કેનેડાના આ ઉશ્કેરણીજનક પગલા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને આરોપોને વાહિયાત ગણાવ્યા છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢવામાં આવ્યા છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ ટ્રુડોનું નિવેદન મંગળવારે (19 સપ્ટેમ્બર)ના રોજ આવ્યું હતું

 

(11:57 pm IST)