Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

અભિનેત્રી કંગના રનૌત અને એશા ગુપ્તા નવી સસંદ પહોંચી નવી સસંદ ભવન ઉદ્ધાટનમાં બંન્ને અભિનેત્રીઓને સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું

નવી સસંદ ભવન ઉદ્ધાટનમાં બોલિવુડની 2 અભિનેત્રીઓ પણ જોવા મળી હતી. કંગના રનૌત અને એશા ગુપ્તા નવી સસંદ પહોંચી હતી. બંન્ને અભિનેત્રીઓને સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું હતુ.

કંગના રનૌત અને એશા ગુપ્તાનો સંસદ ભવનની બહારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંન્ને અભિનેત્રીઓ ભારતીય પૌશાકમાં જોવા મળી રહી છે. કંગના વ્હાઈટ સાડીમાં જોવા મળી હતી. તેમજ એશા ગુપ્તા પીચ કલરના સુટમાં સુંદર લાગી રહી હતી. કંગના અને એશાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા

કંગનાએ મહિલા અનામત બિલ પર વાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી હતી. કંગનાએ જણાવ્યું કે, મહિલાઓ માટે રાજકારણમાં કરિયર બનાવવું કેટલું મુશ્કેલ છે. કંગનાએ કહ્યું કે નવી સંસદનું પ્રથમ સત્ર મહિલા સશક્તિકરણને સમર્પિત કરવું એ સન્માનની વાત છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે અનેક કામો કર્યા છે. આ તમામનું ક્રેડિટ તેમને જાય છે.હવે આપણે આર્મી અને એરફોર્સ જેવા લડાયક ક્ષેત્રોમાં વધુ મહિલાઓ જોઈ રહ્યા છીએ. આ એક નવો યુગ છે. અભિનેત્રીએ નવી સંસદ ભવનને સુંદર ગણાવી હતી.

મહિલા આરક્ષણ બિલ પર, અભિનેત્રી એશા ગુપ્તા કહે છે, “તે એક સુંદર વસ્તુ છે જે પીએમ મોદીએ કર્યું છે. તે ખૂબ જ પ્રગતિશીલ વિચાર છે. આ અનામત બિલ મહિલાઓને સમાન અધિકારો આપશે. આપણા દેશ માટે આ એક મોટું પગલું છે. પીએમ મોદીએ વચન આપ્યું હતું અને પૂરું કર્યું.

 

(11:20 pm IST)