Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ઓસ્‍ટ્રેલિયામાં ભયંકર ગરમી : સામાન્‍યથી ૧૬ ડિગ્રી વધુ તાપમાન

અલનીનોની અસર : સિડનીનુંᅠતાપમાન ૩૬ ડિગ્રીએ પહોંચ્‍યું

સિડની તા. ૧૯ : ઓસ્‍ટ્રેલિયાના સિડની સહિત દક્ષિણ પૂર્વના મોટા ભાગનેᅠગરમીની ભયંકર લહેર તેમની ઝપેટમાં લઇ રહી છે. ઓસ્‍ટ્રેલિયાના હવામાન વિભાગે ભવિષ્‍યવાણી કરી છે કે ત્‍યાં તાપમાન સપ્‍ટેમ્‍બરની સરખામણીએ સરેરાશ ૧૬ ડિગ્રી જેટલું તાપમાન વધી જશે. સિડનીના પヘમિી વિસ્‍તારોમાંᅠતાપમાન ૩૬ ડિગ્રી સેલ્‍સિયસએᅠપહોંચી શકે છે. અંદાજે છે કે આવનારા દિવસોમાં શરૂઆતી તાપમાન ના અનેક રેકોર્ડ તૂટી જશે. ઓસ્‍ટ્રેલિયાના હવામાન વિભાગે ગરમીને સપ્‍ટેમ્‍બર માટે અસામાન્‍યᅠગણાવી છે.

એજન્‍સીના જણાવ્‍યા મુજબ, ગઈકાલ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. નિવેદનમાં જણાવામા આવ્‍યું છે કે ગઈકાલ બાદ તાપમાન ૨૨ ડિગ્રીએᅠપહોંચી જશે.ᅠ

આ ભયંકર ગરમીએᅠકથિત સિડની મેરેથોનમાં ભાગ લેનારાઓᅠપર અસર પડી છે. ૨૬ લોકોને હોસ્‍પિટલ લઇ જવામાં આવ્‍યા છે અને ૪૦ લોકોને ગરમીથી લાગતા થાકની સારવાર કરાવી.

(4:34 pm IST)