Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ગરીબ જેલમાં જાય છે, અમીરોને મળી જાય છે જામીન

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશે નિરાશા વ્યકત કરી

નવી દિલ્હી, તા.૧૯: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલે ન્યાય પ્રણાલીની વર્તમાન સ્થિતિ પર નિરાશા વ્યકત કરી છે. તે કહે છે કે ઘણા ગરીબ લોકો ફકત એટલા માટે જેલના સળિયા પાછળ રહે છે કારણ કે તેઓને ખર્ચ પોસાય તેમ નથી. જ્યારે વકીલો પરવડી શકે તેવા શ્રીમંતોને જામીન મળે છે. આ દરમિયાન તેમણે વર્ષોથી જેલમાં બંધ અંડરટ્રાયલ કેદીઓના મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું.

અંડરટ્રાયલ રિવ્યુ કમિટી સ્પેશિયલ કેમ્પેઈન ૨૦૨૩ના લોન્ચ પર બોલતા જસ્ટિસ કૌલે કહ્યું કે ગરીબ અને અભણ લોકોની અટકાયત થવાની શક્યતા વધુ છે.તેમણે કહ્યું, જજ તરીકે, એ સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે કે કાયદાનું પાલન થાય અને સાથે એ આધાર પર ભેદભાવ ન થાય કે તેઓ કયા સ્તરના વકિલની સહાયતા લઇ રહ્યા છે.

આ અભિયાનનોઉદ્દેશ્ય એવા કેદીઓને ઓળખવાનો અને તેની સમીક્ષા કરવાનો છે કે જેમની મુકિત માટે વિચારણા થઈ શકે છે. તેમણે કહ્યું કે અન્ડરટ્રાયલ કેદીઓને લાંબા સમય સુધી રાખવાનો મામલો ભયાનક છે. તેમણે કહ્યું કે આ અંગે કોઈ આંખ બંધ કરી શકે નહીં. જસ્ટિસ કૌલે કહ્યું કે ગરીબ કેદીઓની સતત અટકાયતની અસર તેમના અને તેમના પરિવારો પર પડે છે.

જસ્ટિસ કૌલે કહ્યું કે, જેઓ મુકિતની સમીક્ષા માટે લાયક છે તેવા અંડરટ્રાયલ કેદીઓનો મુદ્દો ન્યાયતંત્ર સમક્ષ આવતો રહ્યો છે. આ દરમિયાન, તેમણે ન્યાય પ્રણાલીને ગરીબોને મદદ કરવાની અપીલ પણ કરી અને કહ્યું કે તેઓ કાનૂની સહાયનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તેમણે કહ્યું, આજે અટકાયતને વિકાસના સંદર્ભમાં જોવામાં આવી રહી છે. ઁદોષ ઠરાવતાં પહેલાં અટકાયત ફોજદારી ન્યાય સંસાધનોને બદલી નાખે છે અને આરોપી અને તેમના પરિવારો પર બોજ મૂકે છે.

(3:17 pm IST)