Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

સાંસદો અધ્યક્ષના ટેબલ ઉપર ચડી જાય ,અને કાગળો ફાડી નાખે તે લોકશાહી ગણાય ? : સંસદનો ભંગ કરવો પડે તેવી પરિસ્થિતિના નિર્માણને સાંસદોનો વિશેષાધિકાર ગણવો કે લોકશાહીની બલિહારી ? : ન્યૂઝએક્સ આયોજિત ચર્ચામાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાજકીય પક્ષોને સંસદની ગરિમા જાળવવા વિનંતી કરી

ન્યુદિલ્હી : ન્યૂઝએક્સ દ્વારા વરિષ્ઠ વકીલ દિવંગત રામ જેઠમલાણીની સ્મૃતિમાં યોજાયેલી ચર્ચામાં સત્તાધારી તથા વિરોધ પક્ષના અમુક આગેવાનોને આમંત્રિત કરાયા હતા.જેનો વિષય હતો સંસદમાં  વિપક્ષના સભ્યો (એમપી) ના વિરોધને વિશેષાધિકારના ભાગરૂપે અથવા લોકશાહીના પાસા તરીકે જોવામાં આવી શકે છે.

આ તકે ઉદબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે સાંસદો અધ્યક્ષના ટેબલ ઉપર ચડી જાય ,અને કાગળો ફાડી નાખે તે લોકશાહી ગણાય ? .સંસદનો ભંગ કરવો પડે તેવી પરિસ્થિતિના નિર્માણને  સાંસદોનો વિશેષાધિકાર ગણવો કે લોકશાહીની બલિહારી ?.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સંસદનો ભંગ કરવો પડે તે બાબત ગૃહની  અવમાનના સમાન છે. સંસદસભ્યોએ રચનાત્મક બનવું જોઈએ વિક્ષેપકારક નહીં .કાયદાઓ પર ચર્ચા કરવા અને ઘડવા માટે ગૃહો છે. જ્યારે ગૃહોને કામ કરવાની મંજૂરી નથી, ત્યારે પસાર થયેલા કાયદાઓ છોડી દે છે. આ લોકશાહીને અપંગ બનાવી રહ્યું છે અને સરકારને ચર્ચા વગર બિલ પસાર કરવામાં વિકલાંગ બનાવી રહી છે.

તેમણે ટિપ્પણી કરી હતી કે ઉપરાષ્ટ્રપતિ કે જેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે. તેમના ટેબલ પર ચડી જઇ વિરોધ પક્ષના સાંસદોએ કાગળો ફાડી નાખ્યા તે બાબત ખુબ જ દુઃખદ છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(5:58 pm IST)