Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

બિહારમાં લોકસભાની ચૂંટણી ટિકિટ ના બહાને રૂ. પાંચ કરોડ આપીને છેતરાયા : કોર્ટમાં ફરીયાદ થતા પોલીસને તપાસ કરી ગુન્‍હો નોંધાવા આદેશ

RJD ચીફ લાલુપ્રસાદ યાદવના પુત્ર તેમજ વિરોધ પક્ષના નેતા તેજસ્‍વી યાદવ સહિત ૬ લોકો સામે નોંધાવાઇ પોલીસ ફરીયાદ

નવી દિલ્હી,: આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ તેમજ લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી સહિત 6 લોકો સામે પટણાની એક કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.

આ મામલામાં તેજસ્વી યાદવ સહિતના લોકો પર લોકસભા ચૂંટણીની ટિકિટ આપવાના નામે પાંચ કરોડ રુપિયાની ઠગાઈનો તેમજ જાનથી મારીનાંખવાની ધમકી આપવાનો આરોપ છે.

કોંગ્રેસના નેતા સંજીવ કુમાર સિંહે કોર્ટમાં આ માટે પિટિશન કરી હતી અને તેમાં તેમણએ આરોપ મુક્યો હતો કે, મારી પાસે ગત લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવા માટે પાંચ કરોડ રુપિયા લેવામાં આવ્યા હતા અને ટિકિટ આપવામાં આવી નહોતી.પાછળથી મને કહેવાયુ હતુ કે, વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે પણ આ ટિકિટ પણ મને મળી નહોતી.

આ પિટિશનની સુનાવણી બાદ સ્થાનિક કોર્ટે તેજસ્વી યાદવ અને મીસા ભારતી સહિત 6 લોકો સામે પોલીસને ફરિયાદ નોંધવા આદેશ આપ્યા બાદ બિહારના રાજકારણમાં ખળભળાટ વ્યાપી ગયો છે.

(4:12 pm IST)