Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

કોરોના સમય દરમિયાન જળવાયુ પર થયેલ પરિવર્તનના કારણે વિશ્‍વના ૧૪ કરોડ લોકોને અસર પહોંચી

જયારે હીટવેવને કારણે ૬૬ કરોડ લોકો પ્રભાવિત થયા

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ (આઇએફઆરસી) ના તાજેતરના અહેવાલ મુજબ, કોરોના મહામારી દરમિયાન ચરમ હવામાનની ઘટનાઓને કારણે વિશ્વમાં લગભગ 140 મિલિયન લોકોના જીવનને અસર થઇ છે. કોરોનાથી પ્રભાવિત લોકોને રાહત સહાય પૂરી પાડવામાં મુશ્કેલીઓ ઉભી થઇ જેના કારણે અભૂતપૂર્વ માનવીય કટોકટી સર્જાઈ.

શનિવારે જાહેર થયેલા અહેવાલ મુજબ, મહામારી દરમિયાન 140 મિલિયન લોકો એટલે કે રશિયાની સમગ્ર વસ્તીના સમકક્ષ લોકો પૂર, દુષ્કાળ, તોફાન અને જંગલમાં લાગેલી આગથી અસરગ્રસ્ત થયા છે. એટલું જ નહીં, વિશ્વમાં 65 વર્ષથી વધુ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના 66 કરોડ લોકો ગરમીથી પ્રભાવિત થયા છે, જે અમેરિકાની વસ્તી કરતા લગભગ બમણી છે. આ દરમિયાન 17,242 લોકોના મોત થયા હતા કોરોના મહામારી શરૂ થઇ પછીની સૌથી ગંભીર ઘટનાઓ પશ્ચિમ યુરોપમાં 2020 ની ગરમીનું મોજું હતું, જેમાં બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ્સ, સ્વિત્ઝર્લેન્ડ અને યુકેમાં 11,000 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે, ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં બે કરોડ લોકો અમ્ફાન ચક્રવાતથી પ્રભાવિત થયા હતા. આ દરમિયાન, ભારતે જૂન 2020 માં બે મોટા હીટવેવ અને ગંભીર પૂરનો સામનો કર્યો હતો. જેમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવું છે કે ગ્લોબલ હિટિંગે કેટલીક વિશિષ્ટ ઘટનાઓને શક્તિશાળી, લાંબી અથવા વધુ સંભવિત બનાવી છે

આબોહવા પરિવર્તન હાલની સંવેદનશીલતા અને ખતરાઓને વધુ બદતર બનાવી છે અને ખાસ કરીને મહામારી માટે પહેલેથી જ સંવેદનશીલ લોકોને વધુ અસર કરે છે. ઉદાહરણ તરીકે, સીરિયા અને ઇરાકમાં ચાલી રહેલા દુષ્કાળ પાણીની ઉપલબ્ધતા અને વીજ પુરવઠો બંને ઘટાડી રહ્યો છે. કારણ કે, ડેમ સુકાઈ જાય છે, જે સ્વચ્છતા અને આરોગ્યસંભાળને અસર કરે છે. કોરોના નિયમોને કારણે, દક્ષિણ એશિયામાં તોફાન દરમિયાન વિસ્થાપિતો માટે નવા આશ્રયસ્થાનોની શોધ કરવી પડી જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય

રિપોર્ટ મુજબ, અમેરિકા અને અન્ય સ્થળોએ લાગેલ જંગની આગથી ઉત્પન્ન થયેલ ધુમાડાએ લોકોના ફેફસાને નુકશાન પહોંચાડ્યું. તેનાથી કોરોના કેસોમાં અને કોરોનાને કારણે થતા મોતમાં વધારો કર્યો. આઇએફઆરસીનું કહેવું છે કે સમુદાયોએ જળવાયું પરિવર્તનના જોખમ સામે લાડવા માટે વધુ સહાયતાની જરૂરિયાત છે. જળવાયું અને મહામારી બંને સામે એક સાથે લડવાની જરૂર છે

(4:09 pm IST)