Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

દિવ્યા અગ્રવાલ બની બિગ બોસ ઓટીટીની વિજેતા : 25 લાખનું રોકડ ઇનામ જીત્યું

મુંબઇ : ટીવી એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલને કરણ જોહર દ્વારા હોસ્ટ કરાયેલ રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની વિજેતા જાહેર કરવામાં આવી છે અને ટ્રોફી ઉપરાંત દિવ્યાને 25 લાખનું રોકડ ઇનામ પણ મળ્યું છે.

નિશાંત ભટ્ટને શો ના રનરઓફ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે અભિનેત્રી શમિતા શેટ્ટી ત્રીજા સ્થાને આવી હતી. ટોચના 5 સ્પર્ધકોમાં રાકેશ બાપટ અને પ્રતીક સહજપાલ શામેલ હતા.

(12:45 am IST)