Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લામાં ખાખી વર્દીના નશામાં ચુર કોન્‍સ્‍ટેબલે દિવ્‍યાંગ રિક્ષા ચાલકને નજીવા કારણોસર સગર્ભા પત્‍નીની નજર સામે ઢોર માર માર્યો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં ખાખી વર્દીના નશામાં ચૂર સૌરિખ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ કિરન પાલે જાહેરમાં એક ઈ-રિક્ષાચાલકને માત્ર એટલા માટે ઢોર માર માર્યો કારણ કે તે ત્યાંથી રિક્ષા જલદી હટાવી શક્યો નહીં. કોન્સ્ટેબલે વર્દીનો રોફ જમાવતા પહેલા તો દિવ્યાંગ રિક્ષાચાલકને જાહેરમાં લાતો મારીને ધોઈ નાખ્યો અને પછી તેને ખુબ માર મારી ઢસડીને પોલીસ સ્ટેશન લઈ ગયો.

પતિની આ રીતે પિટાઈ થતા જોઈને દિવ્યાંગ રિક્ષાચાલકની પત્ની રોતી કકળતી રહી અને કોન્સ્ટેબલ પાસે પતિને છોડી મૂકવાની ગુહાર લગાવતી રહી. પરંતુ સિપાઈને જરાય દયા ન આવી. ઘાયલ દિવ્યાંગ રિક્ષાચલક પોલીસ ચોકીમાં કલાકો સુધી કણસતો રહ્યો. એસપીને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે આ મામલો ગંભીરતાથી લેતા આરક્ષી સિપાઈને લાઈન હાજર કરવાનો આદેશ આપ્યો અને મામલો યોગ્ય જણાતા સિપાઈને સસ્પેન્ડ કરી દીધો.

આ ઘટના કન્નૌજ જિલ્લાના સૌરિખ પોલીસ સ્ટેશન હદની છે. રિક્ષાચલક સુદીપ એક પગથી દિવ્યાંગ છે અને તે ઈ-રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. સુદીપની પત્ની ગર્ભવતી છે. શુક્રવારે સુદીપ ત્નીને ઈ-રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ ચેકઅપ માટે લઈ આવ્યો હ તો. જેવા તેઓ મુખ્ય બજાર પહોંચ્યા કે ત્યાં ડ્યૂટી પર તૈનાત કોન્સ્ટેબલ કિરણ પાલ ઈ-રિક્ષા હટાવવાનું કહીને ગાળાગાળી કરવા લાગ્યો. જેના પર દિવ્યાંગે વિરોધ વ્યક્ત કર્યો. દિવ્યાંગે ગાળાગાળીનો વિરોધ કરતા કોન્સ્ટેબલનો પારો સાતમા આસમાને પહોંચી ગયો.

પછી તો કોન્સ્ટેબલે જાહેરમાં જ દિવ્યાંગની મારપીટ શરૂ કરી દીધી. પતિને આ રીતે મારતા જોઈને પત્ની હાથ જોડીને કોન્સ્ટેબલ આગળ છોડવા માટે ગુહાર લગાવતી રહી. પીટાઈ બાદ કોન્સ્ટેબલ દિવ્યાંગને ઢસડીને સ્ટેશન લઈ ગયો. ધક્કો મારીને જમીન પર પટકી દીધો.

આ દરમિયાન સ્ટેશન પ્રભારી વિજય વર્મા અને અન્ય પોલીસકર્મી ચૂપચાપ જોતા રહ્યાં. દિવ્યાંગના મોઢામાંથી લોહી નીકળતું હતું અને તે તડપી રહ્યો હતો. એસપીએ આ કેસને ગંભીરતાથી લેતા આરક્ષી સિપાઈને લાઈન હાજર કર્યા બાદ સસ્પેન્ડ  કરી દીધો. જ્યારે દિવ્યાંગ રિક્ષાચાલકનું મેડિકલ કરાવવામાં આવ્યું છે.

(4:23 pm IST)