Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

તમારા બેન્ક ખાતામાં મોટી રકમ ક્યાંથી આવી ? : જો સંતોષકારક ખુલાસો નહીં આપી શકો તો 83 ટકા ટેક્સ ભરવા તૈયાર રહેજો : રોકડ રકમ ઉપરાંત, સોનુ, જવેલરી, સહિતની મોટી કિંમતની ચીજો ખરીદતા લોકો ઉપર પણ સરકારની બાજ નજર

ન્યુદિલ્હી : બેન્ક ખાતાઓમાં મોટી રકમ ધરાવતા લોકો ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.જેના અનુસંધાને ઇન્કમટેક્સ અધિકારી આ રકમ ક્યાંથી આવી તેનો ખુલાસો પૂછી શકે છે તથા આવકનો સ્ત્રોત જાણી શકે છે. તેમજ  તેના ઉપર ટેક ભર્યો છે કે કેમ તે અંગે જાણકારી મેળવી શકે છે.જો તમે આપેલી જાણકારીથી અધિકારીને સંતોષ ન થાય તો તે તમારી પાસેથી 83.25 ટકા ટેક્સ વસુલ કરી શકે છે.જેમાં 60 ટકા ઇન્કમટેક્સ ,25 ટકા સરચાર્જ ,તથા 6 ટકા પેનલ્ટીનો સમાવેશ થાય છે.

રોકડ રકમ ઉપરાંત મોટી રકમની જવેલરી કે સોનુ ખરીદતા અને ધરાવતા લોકોએ પણ આવકના સ્ત્રોતની સ્પષ્ટતા કરવી પડશે.જો તેનાથી અધિકારીને સંતોષ નહીં થાય તો તેણે પણ ઉપરોક્ત ટેક્સ ભરવો પડશે.

ઉલ્લેખનીય છે કે નોટબંધી વખતે કાળું નાણું છુપાવવા અનેક લોકોએ સગા સબંધી કે પોતાના કર્મચારીના ખાતાઓમાં રકમ જમા કરાવી હતી જેના અનુસંધાને ઉપરોક્ત કલમ લાગુ પાડવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:11 pm IST)