Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

" બેડ બોય મિલિયોનર્સ " : નેટફ્લિક્સ ઉપર દર્શાવતી સીરીઅલ સામે નીચલી કોર્ટે આપેલો સ્ટે ઉઠાવી લેવાની અરજી નામંજૂર : 2 સપ્તાહમાં ચુકાદો આપી દેવા નીચલી કોર્ટને પટણા હાઇકોર્ટનો આદેશ

પટણા : નેટફ્લિક્સ ઉપર દર્શાવતી સીરીઅલ બેડ બોય મિલિયોનર્સ સહારાના ચેરમેન સુબ્રતોની આબરૂને કલંકિત કરનારી છે.તથા સહારા ઉપરનો લોકોનો ભરોસો ઉઠાડી દેનારી છે.તેથી તેના ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ તેવી માંગણી અરેરીઆ કોર્ટ સમક્ષ કરાઈ હતી.જેના અનુસંધાને આ નીચલી કોર્ટએ સીરીઅલ પ્રસારિત કરવા ઉપર કામચલાઉ સ્ટે આપ્યો હતો.

જેની વિરુદ્ધમાં નેટફ્લિક્સએ આ સ્ટે હટાવી લેવાં પટણા હાઇકોર્ટમાં અરજી કરી હતી.તથા નોટિસ આપ્યા વિના મનાઈ હુકમ અપાયો હોવાનું જણાવ્યું હતું.પરંતુ આવો મનાઈ હુકમ આપ્યો હોય તો તેનો નિકાલ એક મહિનામાં કરી દેવો જોઈએ તેમ જણાવી હવે બાકી રહેલા બે સપ્તાહમાં ચુકાદો આપી દેવા હાઇકોર્ટે નીચલી કોર્ટને આદેશ આપ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:48 pm IST)