Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકે બેન્કને કહેવી પડશે પ્રાયોરિટી સર્વિસ : 30મીથી નવા નિયમ થશે લાગુ

PoS ટર્મિનલ શોપિંગ માટે વિદેશી ટ્રાંજેક્શન જેવી પરવાનગી અરજી વગર મળશે નહિ

નવી દિલ્હી : પેમેન્ટ માટે કાર્ડનો વધુ ઉપયોગ કરી રહ્યા છો અને ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધુ છે તો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦થી લાગુ થનાર નવા નિયમો જાણવા જરૂરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. કાર્ડ હોલ્ડરે ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન, ઓનલાઇન ટ્રાંજેક્શન અને કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંજેક્શન માટેની પ્રાયોરિટી બેન્કને જણાવવી પડશે.

  કસ્ટમર્સને કાર્ડની જે સર્વિસની જરૂરિયાત હશે તેના માટે અરજી કરવી પડશે. બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરતી વખતે કસ્ટમર્સને લોકલ ટ્રાંજેક્શનની અનુમતિ આપશે, પણ જો જરૂર ન હોય તો એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા અનેPoS ટર્મિનલ શોપિંગ માટે વિદેશી ટ્રાંજેક્શન જેવી પરવાનગી અરજી વગર મળશે નહિ

(1:22 pm IST)