Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કોરોનાની ભવિષ્યમાં બહુ ગંભીર અસરો દુનિયાભરમાં ઘટી જશે લોકોનું સરેરાશ આયુષ્ય

લંડન, તા.૧૯: દુનિયામાં શુક્રવારે કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ કરોડ ઉપર પહોંચી ગઇ છે. જયારે મૃતકોનો આંકડો પણ ૯.૫૧ લાખથી ઉપર થયો છે. મહામારીની ઝપટમાં આવેલા ૨.૨ લોકો સાજા પણ થયા છે. આ બધાની વચ્ચે એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોનાના કારણે દુનિયાભરમાં સરેરાશ આયુષ્ય ઘટી શકે છે. પીએલઓએસ નામના એક મેગેઝીનમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, કોવિડ-૧૯ દુનિયાભરમાં સરેરાશ આયુષ્યમાં અલ્પકાલિન ઘટાડાનું કારણ બની શકે છે તો ગંભીર રીતે પ્રભાવિત વિસ્તારોમાં સરેરાશ આયુષ્ય પર વધારે અસર થશે. અભ્યાસમાં ચેતવણી અપાાઇ છે કે જો આરોગ્ય સેવાઓ સામાજીક અને આર્થિક સ્થિતી તથા શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપક સુધારાઓ નહીં કરાય તો ભવિષ્યમાં પરિસ્થિતી ગંભીર બનશે. યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશોમાં સરેરાશ આયુ ૧૦ ટકા ઘટી શકે છે.

દરમ્યાન, થાઇલેન્ડમાં શુક્રવારે ૧૦૦થી વધુ દિવસો પછી કોરોના વાયરસથી પહેલું મોત થયું છે. એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આ મહિનાની શરૂઆતમાં સંક્રમિત થયેલ એક થાઇ નાગરિક  વિદેશથી પાછો આવ્યો હતો. આરોગ્ય વિભાગના ચીફ સોમસક અક્કિસલ્યે જણાવ્યું કે સઉદી અરબમાં થાઇ શ્રમ મંત્રાલયમાં કામ કરતો ૫૪ વર્ષનો એક દુભાષિયો બે અઠવાડીયા માટે બેંગકોકની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો જેનું શુક્રવારે મોત થયું હતું.(૨૩.૧૨)

દુનિયાભર કોરોના વાયરસના ૨૨ સ્વરૂપો ઓળખાયા

કોરોનાના અત્યાર સુધીમાં મળેલા હજારો-લાખો નમુનાએથી જાણવા મળે છે કે કોરોના ઝડપથી મ્યુરેટ એટલે કે પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના લગભગ ૨૨ સ્થિર મ્યુટેટ ઓળખાયા છે, જેમાંથી બે સૌથી વધુ પ્રતિરોધક છે. આ માહિતી સરફિયાના જાહેર આરોગ્ય નિગરાણી કેન્દ્રએ શુક્રવારે આપી હતી.

(11:26 am IST)