Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કોરોના ઇફેકટ

પગારમાં કાપ અને નોકરી ગુમાવવામાં કારણે ૪૦ લાખ લોકોએ વીમા પ્રીમિયમ ચુકવ્યું નથી

જીવન વીમા કંપનીઓને માર્ચથી માંડીને અત્યાર સુધીમાં ૪૫ હજાર કરોડનું નુકસાન

નવી દિલ્હી તા. ૧૯ : કોરોના મહામારીએ સામાન્ય લોકોની આવક પર ખરાબ અસર પાડી છે. સંક્રમણને રોકવા માટે લગાવામાં આવેલા લોકડાઉનથી લાખો લોકોએ નોકરી ગુમાવવી પડી છે. બીજીબાજુ જે લોકો નોકરી કરી રહ્યા છે. તેના પગારમાં કાપ મુકવામાં આવ્યો છે. તેનાથી પેદા થયેલા સંકટના લીધે ૪૦ લાખ લોકોએ તેમના વીમાનું પ્રીમિયમ જમા કર્યું નથી.

જીવન વીમા કંપનીઓના જણાવ્યા મુજબ, કોરોના સંકટ બાદ લોકોએ તેમના જરૂરી ખર્ચ માટે પૈસા બચાવાનું શરૂ કરી દીધું છે. તેનાથી અંદાજે ૪૦ લાખ લોકોએ તેમના વીમાનું પ્રીમિયમ જમા કર્યું નથી. તેનાથી વીમા કંપનીને અંદાજે ૩૦ હજાર કરોડનું નુકશાન થયું છે.

 બીજી બાજુ માર્ચમાં ટેકસ સેવિંગના સીઝન હોવાના કારણે બીજા અને ત્રીજા સપ્તાહમાં કુલ વીમા બિઝનેસના અંદાજે ૧૫ થી ૧૮ ટકા નવા કારોબાર આ જ સમયે થાય છે.

જોકે આ વખતે તેનું પણ નુકશાન ઉઠાવવું પડ્યુ. કારણકે કોરોના સંકટ અને લોકડાઉનના કારણે લોકોને નવો વીમો કરાવ્યો પણ નથી. તેની સાથે જ કોરોના સંકટને જોઈને સેવિંગની તારીખને આગળ વધારવામાં આવી છે. તેની અસર પણ કારોબાર પર પડી છે. માર્ચ દરમયાન નવો વીમો નહીં લેવાથી વીમા કંપનીઓને અંદાજે ૧૫ હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આવી રીતે માર્ચ થી મંદીને અત્યાર સુધીમાં અંદાજે ૪૫ હજાર કરોડ રૂપિયાનું નુકશાન વીમા કંપનીઓને પ્રીમિયમ નહિ ભરવા પાર અને નવી પોલિસીની વેચાણ રોકવા પર થયું છે.

(11:24 am IST)