Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

હળવી યુવી લાઇટથી કોરોના વાયરસનો ખાત્મો થઇ શકે : અભ્યાસ

આ તારણ હોસ્પિટલો સહિત જાહેર સ્થળોમાં સંબંધિત ચેપને મુકત કરવા માટેની સિસ્ટમને ગોઠવવામાં તંત્રને ઉપયોગી થઇ શકે છે

નવી દિલ્હી,તા. ૧૯: હાલમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી કોરોના મહામારીના વાયરસને મારી નાખવા માટે વિજ્ઞાનીઓને એક મોટી સફળતા મળી છે. વિજ્ઞાનીઓએ પહેલી વખત દર્શાવ્યું છે કે માનવના ઉપયોગ માટે સલામત હોય તેવા અલ્ટ્રાવાયોલેટ (યુવી) રેડિએશનનું એક સ્વરૂપ કોરોના વાયસરનો ફેલાવો કરતાં અસરેકારેકરીતે મારી શકે છે. હવે આ તારણ હોસ્પિટલો સહિત જાહેર સ્થળોમાં સંબંધિત ચેપને મુકત કરવા માટેની સિસ્ટમને ગોઠવવામાં તંત્રને ઉપયોગી થઇ શકે છે.

અમેરિકન જર્નલ ઓફ ઇન્ફેકશન કન્ટ્રોલમાં પ્રકાશિત અભ્યાસમાં પ્રથમ પ્રૂફનો ઉલ્લેખ કરાયો છે. જે મુજબ રરર  નાનોમીટર્સ (એનએમ) વેવલેન્ય સાથે અલ્ટ્રાવાયોલેટ-સી (યુવીસી) લાઇટ સાર્સ- કોવ-ર વાયરસને મારવામાં અસરકારક છે અને તેનાથી માનવની ચામડીની અંદર જઇને નુકસાન કરતું નથી.

જાપાનના હિરોશિમાયુનિવર્સિટીના રરર એનએમ યુવીસી, સહિતના અગાઉના અભ્યાસો કરનાર સહિતના સંશોધનકર્તાઓ અત્યારસુધી સીઝનલ કોરોનાવાયરસની નાબૂદીમાં સંભાવના જ જોતા હતા. તેઓ સાર્સ-કોવ-રને મારવા સુધી પહોંચ્યા ન હતા.

વિજ્ઞાનીઓએ આ અભ્યાસમાં લખ્યું છે કે 'તાજેતરના અભ્યાસો જણાવે છે કે રરર-એનએમ યુવીસી રપ૪- એનએમ યુવીસીની સરખામણીએ ઓછું નુકસાનકારક છે કેમ કે યુવીસી લાઇટને દૂરથી ફેંકવામાં આવે તો તેનાથી ચામડી કે આખોમાં અત્યંત ઓછા સ્તર સુધી પહોંચે છે અને તે એક અસરકારક એન્ટિ-માઇક્રોબાયલ ટેકનોલોજી પણ છે.' તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે સંશોધનકર્તાઓએ નવ સેન્ટીમીટર સ્ટરાઇલ પોલિસ્ટીરેન પ્લેટમાં વાયરસ ધરાવતાં ૧૦૦ માઇક્રોલિટર સોલ્યુશનનો ફેલાવો કર્યો હતો અને તેને રૂમ ટેમ્પ્રેચરમાં એક બાયોસેફ્ટી કેબિનેટમાં સુકાવ્યો હતો. પ્લેટ્સની તળિયાથી ઉપર ફાર-યુવીસી લેમ્પ ર૪ સેન્ટિમીટર્સ મુકયા પહેલા આ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેમાં દર્શાવાયું હતું કે રરર એનએમ યુવીસી ઇરેડિએશન આશરે ૩૦ સેકન્ડ સુધી ફેલાવ્યા બાદ ૯૯.૭ ટકા સાર્સ-કોવ-૨ વાયરલ કલ્ચર મરી ગયા હતા.અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું કે રરરએનએમની વેવલેન્થમાં યુવીસી માનવની ઓખ અને ચામડીના નોન-લિવિંગ લેયર, આઉટરમાં ઘુસી શકતા નથી. આથી વિજ્ઞાનીએ જણાવ્યું કે રેડિએશનથી જીવતા સેલ્સને કોઇ પણ રીતે નુકસાન નહિ થાય. સંશોધનકર્તાઓએ જશાવ્યું હતું કે આ લાઈટને સલામત બનાવે છે, તે ૨૫૪ એનએમ યુવીસી જર્માઇસિડલ લેમ્પસનો વિકલ્પ બની શકે છે કેમ કે તે વધુ નુકસાનકારક થવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં આ સિસ્ટમ હેલ્થકેર ફેસિલિટીઝમાં મોટાપાયે વપરાય છે.૨૫૪ એનએમ યુવીસી એકસપોઝ માનવીય ટિસ્યુઝને નુકસાન કરે છે તેમ જણાવતાં વિજ્ઞાનીઓએ ઉમેર્યું હતું કે તે ખાલી રૂમોને સેનિઢાઇઝ કરવામાં જ ઉપયોગમાં લઇ શકાય છે. પરતુ હવે જયાં હોસ્ટિપલથી ચેપની સંભાવના છે તેવી હેલ્થકેર ફેસિલિટીઝ સહિત જાહેર સ્થળો માટે રરર એનએમ યુવીસી આશાસ્પદ ચેપમુકત સિસ્ટમ બની શકે છે.

(11:21 am IST)