Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

આજથી IPLની આતશબાજી

બુકીઓના મતે મુંબઇની ટીમ ફેવરિટ

મુંબઇનો ભાવ રૂ. ૪.૯૦ પછી હૈદ્રાબાદ રૂ. ૫.૬૦, ચેન્નાઇ રૂ. ૫, બેંગ્લોર રૂ. ૬.૨૦

અબુધાબી,તા. ૧૯: ટીમ દીઠ ૨૦-૨૦ ઓવરવાળી મેચોની ઇન્ડિયન પ્રીમિયર લીંગ (આઇપીએલ) ક્રિકેટ સ્પર્ધાની ૧૩ મી મોસમનો આજથી યુએઇમાં ત્રણ સ્થળે આરંભ થશે. કાલની પ્રારંભિક મેચ ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઇ ઇન્ડિયન્ય અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અને ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ થશે. આ બંને ટીમ ગયા વર્ષની સ્પર્ધાની ફાઇનલિસ્ટ છે. હરિયાણાના ગુરૂગ્રામ શહેર તથા એની આસપાસના વિસ્તારોમાંથી ક્રિકેટ સટ્ટાકીય પ્રવૃતિ ચલાવતા બુકીઓમાં મુંબઇ ઇન્ડિયન્સ સૌથી ફેવરિટ છે. તેઓ આ ટીમનો ભાવ રૂ. ૪.૯૦નો લગાવે છે. તે પછીના ક્રમે સનરાઇઝર્સ હૈદ્રાબાદ ટીમ આવે છે. રૂ. ૫.૬૦ના ભાવ સાથે.

બેટિંગ (સટ્ટાખોરી)ના ગેરકાયદેસર કૌભાંડ ચલાવતી સિન્ડીકેટ્સ પર ચાંપતી નજર રાખવાનો ગુરૂગ્રામ પોલીસે તેની ગુપ્તચર શાખા-ક્રાઇમ બ્રાંચને તથા સ્ટેશન હાઉસ ઓફિસરોને આદેશ આપ્યો છે.

બીજી બાજુ, બુકીઓએ પોલીસની નજરમાંથી બચવા રહીને એમનું કામકાજ શરૂ કરી દીધું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ટીમના ભૂતકાળના દેખાવના આધારે બુકીઓ આ વખતે પણ આ ટીમને ટોપ ફેવરિઠ ગણાવે છે.

નામ જાહેર ન કરવાની શરતે એક બુકીએ કહ્યું કે બુકીઓ ચેન્નાઇ સુપર કિંગ્સનો પાંચ રૂપિયા ભાવ આપે છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરૂ. ૬.૨૦ સાથો ચોથા ક્રમે છે. તે પછીના ક્રમે દિલ્હી કેપિટલ્સ રૂ. ૬.૪૦ કોલકતા નાઇટ રાઇડર્સ રૂ.૭.૮૦, કિંગ્સ ઇલેવન પંજાબ રૂ. ૯.૫૦ અને રાજસ્થાન રોયલ્સ રૂ. ૧૦ આવે છે.

જે ટીમનો સૌથી ઓછો ભાવ હોય એ ટ્રોફી જીતવા માટે મજબુત દાવેદાર ગણાય. જો કોઇ રૂ. ૧૦૦૦ની રકમ દાવ પર લગાવે કે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ આઇપીએસ ૨૦૨૦ જીતશે તો અને બુકી તરફથી રૂ. ૪૯૦૦ મળશે. મેચ દર ઉપર -નીચે જઇ શકે છે.

મુંબઇ ઇન્ડિયન્સે છેલ્લા પાંચેય મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે અત્યાર સુધીમાં ચાર વખત અને ચૈન્નાઇ ટીમ ૩ વખત ચેમ્પિયન બની છે.

આ વખતની આઇપીએ ભારતમાં કોરોના વાઇરસનો ફેલાયો થયો હોવાને કારણે વિદેશની ધરતી પર રમાડવામાં આવી છે.

આઇપીએલ -૨૦૨૦ અથવા આઇપીએલ -૧૩નું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર કરવામાં આવશે. તે અંગ્રેજી ઉપરાંત હિન્દી તથા અન્ય સ્થાનિક ભાષઓમાં પણ પ્રસારિત કરાશે.

સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત ડિઝની હોટસ્ટાર વીઆઇપી ચેનલ ઉપર પણ આઇપીએલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ કરાશે. મોબાઇલ ફોન ઉપર પણ લોકો આ મેચો જોવાનો આનંદ ઉઠાવી શકશે. કોરોના વાયરસ મહાબીમારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એટલે યુએઇના ત્રણેય સેન્ટર -દુબઇ, અબુધાબી અને શારજાહમાં પણ મેચો ખાલી સ્ટેડિયમોમાં રમાશે.

(11:20 am IST)