Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજ્યસભામાં કૃષિ ખરડાની પરીક્ષા

બહુમતીથી ૨૪ મતોથી દુર છે એનડીએ

૨૪૫ સભ્યોનું ગૃહ : બહુમતી માટે ૧૨૩ મત જોઇએ : યુપીએના ૬૫, અકાલીની નારાજી પછી એનડીએ ૯૯ : અન્યોની સંખ્યા ૭૭

નવી દિલ્હી તા. ૧૯ : કૃષિ વિધેયકો લોકસભામાં પસાર થયા પછી રાજ્યસભામાં રજૂ કરાશે. ત્યાંથી પાસ થયા પછી તે કાયદો બનશે. ૨૪૫ સભ્યોની રાજ્યસભામાં એ જોવું રસપ્રદ થશે કે વિરોધ પક્ષો આના વિરોધમાં એક જૂથ થાય છે કે પછી શિરોમણી અકાલી દળ નારાજ થયા પછી પણ એનડીએ તેને પાસ કરાવવામાં સફળ થશે.

અત્યારે સદનમાં સૌથી મજબૂત સ્થિતિમાં હોવા છતાં એનડીએ ખરડાને પાસ કરાવવા માટે જરૂરી બહુમતિથી ૨૪ મત દૂર છે. રાજ્યસભામાં ૨૪૫માંથી એક બેઠક ખાલી છે. એટલે બહુમતિ માટે ૧૨૩ મતની જરૂર પડશે. પક્ષવાર સ્થિતિની વાત કરીએ તો રાજ્યસભામાં યુપીએની ૬૫ અને અકાલીઓની નારાજગી પછી એનડીએ પાસે ૯૯ અને અન્ય પક્ષો પાસે ૬૫ બેઠકો છે. રાજ્યસભામાં અધ્યાદેશ પાસ કરાવવા માટે એનડીએને ૨૪ વધારે સાંસદોની જરૂર પડશે. હવે અહીં જોવાનું એ રહે છે કે વિપક્ષો સંપે છે કે પછી લોકસભાની જેમ વોકઆઉટ કરીને અહીં પણ એનડીએનો રસ્તો સરળ બનાવશે.

(11:14 am IST)