Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ક્રિષ્ના વોટર પાર્કના દરોડા બાબતે ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંહ અને દરોડો પાડનાર એસીપી ટંડેલના ફોન સતત નો રિપ્લાઈ

રાજકોટ : કુવાડવા રોડ પરની ક્રિષ્ના વોટર પાર્કમાં એસઓજીના નિવૃત એએસઆઇની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાની બાતમી પરથી એસપી એસઆર  ટંડેલ અને કુવાડવા પોલીસે દરોડો પાડ્યો છે નિવૃત પોલીસ કર્મચારીઓ અને હાલમાં ફરજ બજાવતા અધિકરીઓ અને કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું બહાર આવ્યું છે જોકે હજુ સુધી પોલીસે કોઈ સત્તાવાર વિગતો જણાવી નથી બાબતે ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદીપસિંહ અને એસીપી ટંડેલનો  ફોન પર સંપર્ક કરવામાં આવતા બંને અધિકારીઓના ફોન સતત  નો રિપ્લાઈ થઇ રહ્યો છે  ઘટનાને પગલે સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ચકચાર જગાવી છે 

(11:41 pm IST)