Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

યુએસમાં સુપર 30ના ફાઉન્ડર આનંદ કુમારને એવોર્ડથી સન્માનિત કર્યા :કહ્યું શિક્ષણ તમામ સમસ્યાનું સમાધાન

ધ એજ્યૂકેશન એક્સીલેન્સ એવોર્ડ 2019' એવોર્ડથી સમ્માનિત આનંદ કુમારે કહ્યું - શિક્ષાથી વધારે કિંમતી કોઇ ઉપહાર ન હોઇ શકે

નવી દિલ્હી : IIT પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવનાર કોચિંગ સંસ્થા 'સુપર 30' (Super 30) ના સંસ્થાપક અને ગણિતના વિખ્યાત શિક્ષક આનંદ કુમારને (Anand Kumar) અમેરિકામાં શિક્ષણ સાથે જોડાયેલ એક પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત કરાયા છે. આ એવોર્ડ તેમને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષા ઉપલબ્ધ કરાવવામાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો હતો

આનંદ કુમારને 'ફાઉન્ડેશન ફોર એક્સીલેન્સ' (FEE) સંગઠન દ્વારા 'ધ એજ્યૂકેશન એક્સીલેન્સ એવોર્ડ 2019' એવોર્ડથી સમ્માનિત કરાયા. આ સંગઠનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કેલિફોર્નિયાના સૈન જોશમાં આયોજીત એક સમારોહમાં આનંદ કુમારને એવોર્ડથી સમ્માનિત કરાયા હતા.

આનંદ કુમારે કાર્યક્રમમાં કહ્યું કે, ''લોકો સુધી ગુણવત્તા પૂર્ણ શિક્ષણ પહોંચવાથી વિશ્વમાં મોટો બદલાવ આવશે કેમકે તેથી ગરીબી, બેરોજગારી, જનસંખ્યા વિસ્ફોટ, પર્યાવરણ સહિત ઘણી સમસ્યાઓને ઉકેલવામાં મદદ મળશે.''

(8:20 pm IST)