Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અફઘાનિસ્તાનમાં હૉસ્પિટલ પર તાલિબાનનો હુમલો: 20 લોકોનાં મોત

તાલિબાની ઉગ્રવાદીઓએ વિસ્ફોટકો ભરેલી ટ્રકથી હોસ્પિટલ બહાર બ્લાસ્ટ કરતા ડોકટરો અને દર્દીઓ સહીત 20 લોકોનાં મૃત્યુ

દક્ષિણ અફઘાનિસ્તાનમાં તાલિબાની ઉગ્રવાદીઓએ વિસ્ફોટકો ભરેલી એક ટ્રકથી એક હૉસ્પિટલની બહાર બ્લાસ્ટ કરતાં 20 લોકોનાં મૃત્યુ થયાં છે.

સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલો મુજબ કલાત શહેરમાં થયેલા આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ડૉક્ટરો અને દર્દીઓનો સમાવેશ થાય છે.

પૂર્વ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓને નિશાન બનાવવા માટેના એક હવાઈ હુમલામાં 15 નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાનો પણ અહેવાલ છે.

રક્ષા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ રાજધાનીમાં રૉયટર્સ ન્યૂઝ એજન્સીને કહ્યું કે નાની ટ્રકમાં ભારે માત્રામાં બૉમ્બ ભરીને લાવવામાં આવ્યો અને તેને કલાત હૉસ્પિટલની નજીક ઉડાવી દેવામાં આવી.

અહેવાલો મુજબ આ જબુલ પ્રાંતની મુખ્ય હૉસ્પિટલ હતી. ગવર્નર રહમતુલ્લાહ યારમલે કહ્યું કે હૉસ્પિટલ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે.

તાલિબાને કહ્યું કે એમનો ટાર્ગેટ હૉસ્પિટલની સામેનું સરકારી ખુફિયા કાર્યાલય હતું

(8:11 pm IST)