Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આઇફા એવોર્ડ સમારંભમાં રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ એકબીજા સાથે ગપ્પા મારતા જોવા મળ્યા

નવી દિલ્હી; રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલીવુડના સૌથી ચર્ચિત અને હેપનિંગ કપલ છે અને બંને સ્ટારની ફેનફોલોઇંગ પણ જોરદાર છે. એવામાં તે કંઇપણ કરે, જો સોશિયલ મીડિયા પર તેની ઝલક મળી જાય છે તો તેમના ફેન ખૂબ એક્સાઇટેડ થઇ જાય છે. એવું બુધવારે રાત્રે થયું જ્યારે મુંબઇમાં આઇફા એવોર્ડ્સ (IIFA Awards 2019) નાઇટમાં જોડી એકબીજા સાથે ગપ્પા મારતી જોવા મળી. તેમનો વીડિયો જેવો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ ગયો હતો. ફક્ત જોડી નહી, પરંતુ દીપિકાની બાજુમાં બેસેલી આલિયા ભટ્ટ પણ વીડિયોનું વાયરલ થવાનું કારણ છે.

જોકે બુધવારે મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે IIFA ( ઇન્ટરનેશનલ ઇન્ડીયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ) 2019નું આયોજન થયું હતું. જેમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. એક વીડિયો વાયરલ થઇ રઝ્યો છે, જેમાંન રણવીર દીપિકાને કંઇક કહેતો જોવા મળી રહ્યો છે. રણવીર વાત સાંભળીને દીપિકા એકદમ શોક્ડ અને પછી હસતી જોવા મળે છે. બંનેના વીડિયોને જોઇને ફેન્સ સોશિયલ મીડિયા પર વીડિયોને શેર કરી જાણવા માંગે છે કે આખરે બંને મિયાં-બીબી શું વાત કરી રહ્યા છે.

વીડિયોમાં દીપિકાની બાજુમાં બેસેલી આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે. જ્યાં દીપિકા-રણવીર ખૂબ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહ્યા છે તો આલિયા ભટ્ટ એકદમ શાંત અને એકલી જોવા મળી રહી છે. ક્યાંક તે રણવીર કપૂરને MISS તો નથી કરી રહી ને. તમે પણ જુઓ મજેદાર વીડિયો.

(4:29 pm IST)
  • રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવા સરકારનો નિર્ણય : રાજકોટઃ નવા નિયમોની અમલવારી માટે વાહન ચાલકો આરટીઓ કચેરીએ ઉમટી પડતા હોય લોકોની સરળતા માટે હવે રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રખાશે. access_time 6:59 pm IST

  • INX મીડિયા કેસ : પી. ચિદમ્બરમને હજુ જેલમાં રહેવું પડશે : ૩ ઓકટોબર સુધી જેલવાસ લંબાયો access_time 4:01 pm IST

  • સાંજે ૭ આસપાસ વલસાડ-તિથલના આકાશમાં વીજળીના જબ્બર ચમકારા અને ગડગડાટ વચ્ચે ધીમી ધારે વરસાદ ચાલુ. access_time 8:23 pm IST