Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અમેરિકન ફેડના નિર્ણયની અસર થઇ : સેંસેક્સ ૪૭૦ પોઇન્ટ ડાઉન

શેરબજારમાં તીવ્ર વેચવાલી વચ્ચે અંધાધૂંધીનો દોર જારી રહ્યો : સેંસેક્સ ૩૬૦૯૩ અને નિફ્ટી ૧૦૭૦૫ની નીચી સપાટીએ રહ્યો :અમેરિકી ફેડના વ્યાજદરમાં ઘટાડાના કારણે બજારમાં ફરીથી ભારે અફડાતફડી રહી

મુંબઈ, તા. ૧૯ : શેરબજારમાં આજે ફરી એકવાર જોરદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબાર દરમિયાન આજે ભારે  અફડાતફડી રહી હતી. શેરબજારમાં મંદી માટે જુદા જુદા વૈશ્વિક કારણો જવાબદાર રહ્યા હતા. એકબાજુ બેંક ઓફ જાપાન દ્વારા નીતિગત સ્તર પર કોઇ ફેરફાર ન થવાતી શેરબજારમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. આ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજદર ઘટાડી દેવાને લઇને કેટલાક સ્પષ્ટ સંકેત ન મળવાના કારણે તેની અસર પણ જોવા મળી હતી. બીએસઇ ઇન્ડેક્સમાં ભારે કડાકો રહ્યો હતો. સાપ્તાહિક વાયદા સોદાની એક્સપાયરીથી પહેલા બેકિંગ સ્ટોક્સમાં ખુબ નબળાઇ જોવા મળી હતી. ગુરૂવારના દિવસે સેંસેક્સ તીવ્ર મંદી વચ્ચે ૪૭૦ પોઇન્ટ ઘટીને ૩૬૦૯૩ની નીચી સપાટી પર બંધ રહ્યોહતો. નિફ્ટીમાં ૧૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ઘટીને ૧૦૭૦૫ પોઇન્ટની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ ૫૦ પોઇન્ટના ઉછાળાની સાથે ખુલ્યો હતો.

                   જો કે ત્યારબાદ મંદીની સાથે કારોબાર આગળ વધ્યો હતો. દિવસ દરમિયાન સેંસેક્સમાં ૫૦૦ પોઇન્ટની ઉથલપાથલ જોવા મળી હતી. અમેરિકા અને જાપાન ફેડ રિઝર્વના નિર્ણયને ધ્યાનમાં લઇને મંદીની આશંકા વધી ગઇ છે. ફેડ નીતિ નિર્માતાએ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બેંક ઓફ જાપાને પણ મોનેટરી પોલીસીને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. એજન્સી મુડીએ કહ્યુ છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ બેંકો માટે લાભનો સોદો રહ્યો નથી. એનબીએફસી અને એચએફસીને લોન આપવાના કારણોસર બેંકો દ્વારા રિયલ એસ્ટેટમાં પ્રત્યક્ષ રોકાણ છે. એનબીેફસી અને એચએફસી રિયલ એસ્ટેટ  ડેવલપર્સને લોન આપવા માટે કામ કરે છે. વિદેશી રોકાણકારો હજુ વેચવાલીના મુડમાં રહ્યા છે. ફોરન ઇન્સ્ટીટ્યુટ ઇન્વેસ્ટર છેલ્લા ત્રણ કારોબારી સેશનમાં ૧૮૫૦ કરોડ રૂપિયાથી વધારીને વેચવાલી કરી ચુક્યા છે. આ ત્રિમાસિક ગાળાની શરૂઆત બાદથી ૩૧૩૦૦ કરોડ શેરનુ વેચાણ કરવામાં આવી ચુક્યુ છે. ભારતની આર્થિક પરિસ્થિતીના કારણે શેયર બજારમાં નિરાશા જોવા મળી રહી છે. કેટલાક સેક્ટરમાં સુસ્તી જોવા મળી રહી છે.

              કોર્પોરેટ દેખાવ રોકાણકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ છે. આર્થિક સુસ્તી અને ઘટી માંગના કારણે વિકાસના દરમાં ઘટાડો થવાના કારણે અમારા બજારમાં સતત દબાણ આવી રહ્યુ છે. આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે રિઝર્વ બેંકની જાહેરાત અને પેકેજની જાહેરાત સાથે માર્કેટ સંતુષ્ટ નથી. બેંક ઓફ જાપાને આજે ગુરૂવારના દિવસે પોતાની મોનેટરી પોલીસીમાં રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. અર્થવ્યવસ્થાને પડકારોને પહોંચી વળવા માટે ઓક્ટોબરમાં આગામી પોલીસી બેઠક યોજાનાર છે. બેંક ઓફ જાપાનના ગવર્નરે કહ્યુ છે કે અમને વૈશ્વિક વિકાસના વધવાની આશા છે.

ઇન્ડસઇન્ડ બેંક અને આઇસીઆઇસીાઇ બેંકના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. બજારને કયા પરિબળોની અસર સતાવી રહી છે તેની વાત કરવામાં આવે તો અમેરિકી ફેડરલ રિઝર્વ કોમેન્ટ્રીને લઇને પણ ચર્ચા છે. ફેડ નીતિ નિર્માતાઓએ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. સાથેસાથે ફેડ ચેરમેન જેરોમ પોવેલના બોરોઇંગ કોસ્ટ પ્રત્યે સાવચેતીપૂર્વકના વલણ અને યુએસ સેન્ટ્રલ બેંકર્સના વહેંચણીના કારણે વેપાર કારોબાર શાંત છે.

 

(8:01 pm IST)